Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

ભાગવદ્દ એ માત્ર ગ્રંથ નથી દિવ્યતાનું વિજ્ઞાન છે : રાજકોટના યુવા રજતનું સંશોધન

ત્રણ વર્ષના પરિશ્રમ બાદ તૈયાર કરી 'ભાગવત ગીતા એસ ધી સમરી ઓફ રીક, યજુર્વ, સામા અથર્વ' બુક

રાજકોટ, તા. ૨૯ : અહિંના ૨૫ વર્ષીય યુવાન રજત રમેશ પીઠડીયાએ શ્રીમદ્દ ભાગવદ્દ ગીતાનું વૈજ્ઞાનિક ઢબે સંશોધન કરી અને આ એક ગ્રંથ નહિં પરંતુ દિવ્યતાનું વિજ્ઞાન છે. તેવું પ્રમાણ આપતી બુક ''ધ ભાગવત ગીતા એસ. ધી સમરી ઓફ રીક યજુર્વ, સામ્ય, અર્થવ સતત ત્રણ વર્ષના પરિશ્રમ બાદ પિતા રમેશભાઈ પીઠડીયા કે જેઓ રાજકુમાર કોલેજના નિવૃત શિક્ષક છે. તેમના માર્ગદર્શન હેઠળ તૈયાર છે. રાજકુમાર કોલેજના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી રજતે આ બુક અંગ્રેજીમાં તૈયાર કરી છે.

આ તકે રજતે આ બુકની સંક્ષિપ્ત વિગતો આપતા જણાવ્યુ છે કે, પૌરાણિક સાહિત્ય અને ગ્રંથ કાયમ માટે અજ્ઞાત વિજ્ઞાન અને જ્ઞાનની માહિતી મેળવવાનું કેન્દ્ર રહ્યું છે. વેદો ઉપર જગતમાં ઘણા દેશો દ્વારા સંશોધન કરવા છતાં ઉત્તમ પરિણામ આવેલ નથી. આ વસ્તુનું મુળ કારણ એ છે કે માણસ વિચાર કરે છે. પરંતુ કલ્પના કરતો નથી. કલ્પના દ્વારા પ્રતિકવાદ સમજી શકાય છે. લુપ્ત ભાષાઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્વીકૃતી તે સમયે નહોતી મળી. એ કારણે મૂર્તિઓ, કાવ્યાત્મક રચનાઓ અને દેવ - અસુર દ્વારા સજીવારોષણથી અનેક લુપ્ત અને મહાન ઉર્જાના જ્ઞાનને સમજાવવામાં આવ્યુ છે.

ત્રણેક વરસતા શોધખોજના પરીશ્રમ બાદ રાજકોટના ૨૫ વર્ષીય યુવાન દ્વારા પૂર્ણ હિન્દુ ધર્મ વેદ, શાસ્ત્રો, ઉપનિષદો અને પુરાણોમાંથી અર્ક કાઢીને વૈજ્ઞાનિક પુરાવા સાથે તર્કોના આધારે આ લુપ્ત જ્ઞાનને ભગવદ્દગીતા (ભાગવત)માં રજત રમેશ પીઠડીયાએ આકૃતિઓ, ચિત્રો અને કોષ્ટકો દ્વારા સમજાવેલ છે.

વેદોમાં દર્શાવેલા ૩૩ ભગવાન મેરૂદંડના ૩૩ ભાગ છે. ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં એટલે કે મગજમાં રહેલ પાણીમાં વાસ કરે છે. વૈજ્ઞાનિક ભાષામાં ઈન્દ્રને (સેરેબલ સ્પાઈનલ ફલુઈડ) (સીએસએફ) કહેવાય છે. શરીરની પાંચ ઈન્દ્રીયો ઈન્દ્રની પાંચ પત્નિ રૂપે દર્શાવેલ છે. સ્વરો અને પ્રત્ય સ્વરો એટલે કે શરીરની અંદર પડતી ધ્વની અને પડઘાથી શરીરની ઉર્જા કેમ જાળવવી એ પણ દર્શાવેલ છે.

નીચે આપેલ વસ્તુઓ રજત પીઠડીયાએ ગીતાના શ્લોકોના અર્થથી સમજાવેલ છે.

(૧) બ્રાહ્મી સ્થિતિ : છાતીને સાતમી ઈન્દ્રીયનો ધ્યાન દ્વારા વિકાસ (૨) અક્ષર વિદ્યા - અક્ષ (નસોમાં વહેતુ પાણી) ક્ષર (શરીર)ને નિયંત્રિત કરવાનું જ્ઞાન (૩) બ્રહ્મ જ્ઞાન : આલ્ફા, બીટા, ગામા... આદિ ધ્વનીથી મગજનો પૂર્ણ ઉપયોગ. (૪) ત્રીજી આંખ : એન્ડ્રોક્રાઈન અને પિચ્યુટરી ગ્લેન્ડમાંથી નીકળેલ અક્ષને નિયંત્રીત કરવું. (૫) રાજવિદ્યા : પ્રકાશ, ધ્રુજારી અને દબાણથી સ્વાસ્થ્ય નીચે (૬) પ્રાણ વિદ્યાઃ શરીરની ઉર્જા પર નિયંત્રણ (૭) તત્વજ્ઞાન : ડીએનએ - આરએનએમાં રહેલ મુળતત્વની સમજ. (૮) ઈશ્વર વિદ્યા : આસપાસના માણસ અને પ્રાણીઓની ઉર્જામાં સમન્વય કરવું (૯) પ્રવાહ વિદ્યા : - શરીરમાં વહેતી પ્રવાહીઓમાં સંતુલન જાળવવું. (૧૦) અર્ધનારેશ્વર વિદ્યા : પુરૂષ અને સ્ત્રીત્વનું સમતુલન (૧૧) રાગીની વિદ્યા : સંગીત અને નાદને ઔષધી તરીકે વાપરવું. (૧૨) સંજીવની વિદ્યા : શારીરીક ઉર્જાને ગતિ આપીને તેનું પ્રસારણ કરવું. (૧૩) અવિનાશી વિદ્યા : ઉર્જાને શારીરીક અવરોધી રાખવી.

આ પુસ્તકનું નામ 'ધ ભાગવત ગીતા એઝ ધ સમરી ઓફ રીન્ક, યજુર, સમા, અથર્વ.

ધ મોરલ્સ ઓફ ઉપનિષદ્સ, શાસ્ત્રાસ, પુરાણ્સ, આ બુક ફલીપ કાર્ટમાં ઉપલબ્ધ છે.

તે ઉપરાંત બ્રહ્મજ્ઞાન ઉપર વિગતવાર સ્પષ્ટીકરણ તેની બીજુ પુસ્તક ચક્રવ્યુહ, હેડીંગ, ટુ વડ્ર્ઝ રિયાલીટી-૧ પણ ફલીપકાર્ટમાં ઉપલબ્ધ છે. જેમાં જયોતિષ શાસ્ત્રને પણ વૈજ્ઞાનિક રીતે સમજાવેલ છે. (૩૭.૧૪)

(3:33 pm IST)