Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

જાગનાથ વિસ્તારમાં પાણી ચોરી: પ મકાનધણીને ૧૦ હજારનો દંડ

મ્યુ.કોર્પોરેશન દ્વારા પાણી ચોરી અટકાવવા સઘન ચેકીંગઃ હેતલ એપાર્ટમેન્ટમાં ડાયરેકટ પમ્પીંગનાં કેસ ઝડપાયા

રાજકોટ તા.ર૯: શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્ત્િ। અટકાવવા મ્યુ. કમિશનર બંછાનિધિ પાનીના આદેશ અનુસાર ગેરકાયદેસર નળ કનેકશન અને ડાયરેકટ પમ્પીંગનાં કિસ્સાઓની તપાસ તથા પગલા ઉપરાંત પાણીનો બગાડ કરતા આસામીઓ સામે પણ પગલાં લેવામાં આવી રહયા છે. જેમાં આજરોજ મ્યુ. કોર્પોરેશન વોર્ડ નં. ૦૭ની ટીમ દ્વારા શહેરમાં હેતલ એપાર્ટમેન્ટ, જાગનાથમાં હાથ ધરાયેલ ચેકિંગ દરમ્યાન ડાયરેકટ પમ્પીંગ કરતા ૦૫ આસામીઓ પાસેથી બબ્બે હજાર રૂપિયા લેખે કુલ મળીને રૂ. ૧૦,૦૦૦/-નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.      

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ મ્યુ.કોર્પોરેશનની ટીમ દ્વારા વોર્ડ નં. ૭માં પાણી ચોરી અટકાવવા ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમિયાન જે આસામીઓ સામે પગલા લેવામાં આવ્યા છે તેમાં ડાયરેકટ પમ્પીંગ કરનાર સમીરભાઈ, હેતલ એપાર્ટમેન્ટ સોનલબેન, હેતલ એપાર્ટમેન્ટ પંકજભાઈ, હેતલ એપાર્ટમેન્ટ ભાવિનભાઈ, હેતલ એપાર્ટમેન્ટ તથા ભાવિનભાઈ ગોંધીયા વિગેરે આસામીઓનો સમાવેશ થાય છે. ચેકિંગ દરમ્યાન ડાયરેકટ પમ્પીંગ કરતા આસામી શ્રી ભાવિનભાઈ ગોંધીયા સાથે માથાકૂટ થતા વિજીલન્સ ટીમને બોલાવવામાં આવેલ હતી અને એમની પાસેથી પણ ડાયરેકટ પમ્પીંગનો દંડ રૂપિયા બે હજાર વસુલ કરવામાં આવ્યા હતા.

ઉપરોકત કામગીરી મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીના આદેશ અન્વયે વોર્ડ નં.૦૭ માં ટીમ લીડર કાશ્મીરાબેન વાઢેરના માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફિસર હેમાન્દ્રીબા ઝાલા તેમજ ડે. ઈજનેર વસાવા, એ.ટી.પી. વસાવા, કેતન ગોંડલીયા, તેમજ ઉમરાણીયા ડ્રેનેજ, રમેશભાઈ ઠાકર તેમજ ગગજીભાઈ ફીટર દ્વારા આ કામગીરી કરવામાં આવેલ હતી.

(3:59 pm IST)