Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

ઓમ હ્રીં રામ જય રામ જયજય રામ....

ગોંડલ રોડના સત્યયુગ શ્રીરામજી મંદિરે ચાલતી અખંડ ધુનનો આવતીકાલે ૨૯માં વર્ષમાં મંગલ પ્રવેશ

રાજકોટ તા. ર૯ : સત્યયુગાવતાર શ્રી આત્મન ભગવાન પ્રેરિત બ્રહ્મમંત્ર ઓમ હ્રી રામ જય રામ જય જય રામની અખંડ ધૂન ગૌમાતા તથા સર્વમૂક પ્રાણીઓની બંધારણીય રક્ષાર્થે તથા વિનાશક આપતિઓના નિવારણ માટે અને સારાએ વિશ્વમાં સત્યયુગ સંસ્થાપન અર્થે છેલ્લા ર૮ વર્ષથી સતત ચાલી રહી છે. શહેરના ગોંડલ રોડ પર આવેલ સત્યયુગગ શ્રી રામજીમંદિર (શ્રી ન્યાલભગત અન્નક્ષેત્ર)નો તા.૩૦ને મંગળવારના રોજ ર૯ વર્ષમાં મંગલપ્રવેશ કરે છે.

 

આ ર૮માં વાર્ષિક મહોત્સવ પ્રસંગે સાંજના ૭.૩૦ કલાકે વિશેષ આરતી તથા સાંજના પ થી ૧૦ વિવિધ રાગોમાં સંગીતમય સમુહધુનનો કાર્યક્રમ સત્યયુગ શ્રી રામજીમંદિર ન્યાલભકત અન્નક્ષેત્ર ગોંડલ રોડ રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

આ બ્રહ્મમંત્રની અખંડધૂન ગોંડલમાં છેલ્લા ૩૯ વર્ષથી ચાલે છે. તેમજ ગોંડલની આસપાસના ગામોમાં જેમાં નાનાવડિયામાં ૩૮ વર્ષથી, સાંઢવાયામાં ૩૯ વર્ષથી, ભાડવામાં ૩૮ વર્ષથી, બીલડીમાં ૩૦ વર્ષથી અને કોટડાસાંગાણીમાં ૧૫ વર્ષથી નિયમિત રોજ એક કલાક આ બ્રહ્મમંત્રની ધૂન ચાલે છે. તેઓ દર વર્ષે ધૂનનો વાર્ષિક મહોત્સવ પણ ભાવભકિતપૂર્વક ઉજવે છે.

શ્રી આત્મન ભગવાન જેમણે અમેરીકામાં આંતરરાષ્ટ્રીય કાયદાઓમાં પી.એચ.ડી. કર્યુ હતું. એ સાથે તેઓની વર્ષોની આધ્યાત્મિક તપોમય સાધના દ્વારા તેઓને સ્પષ્ટ પ્રતિતિ થયેલ કે આવી વિનાશક આપત્તિઓ ત્યારે જ અટકશે, જ્યારે ગૌમાતા સહિત સર્વ મૂક પ્રાણીઓની હિંસા થતી અટકે. એ હિંસારૂપ અશુભ કર્મોના વિનીયોગ માટે બ્રહ્મમંત્રની અખંડ ધૂન પણ ઠેક-ઠેકાણે થવી અતિ આવશ્યક છે.

બ્રહ્મમંત્રનો અર્થ પોતપોતાના આરાધ્ય ઇષ્ટની પ્રાપ્તિ તથા સારાએ જગતમાં સત્યયુગનું સંસ્થાપન અને ત્રણેય લોકમાં આધ્યાત્મિકતાનું સામ્રાજ્ય સ્થાપવાનું હોવાથી, તેમાં સર્વધર્મ સંપ્રદાયોનો સહજ સમન્વય થઇ જતો હોવાથી વિશ્વના સર્વધર્મના લોકો આ બ્રહ્મમંત્રની અખંડ ધૂનમાં ભાગ લઇ શકે.

વિશેષ માહિતી માટે સુરેશભાઇ (૯૪૨૬૪ ૧૯૦૨૮), રાહલભાઇ જોષી (૯૪૨૬૭ ૧૯૦૨૮)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે

(3:31 pm IST)