Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

ભગવતીપરાના બુટલેગર હુશેન ઉર્ફ શાહરૂખને પાસામાં ધકેલાયો

સુરત જેલહવાલેઃ થોરાળા પોલીસે વોરન્ટ બજવ્યું

રાજકોટ તા. ૨૯: શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વધુ એક બુટલેગરને પાસામાં ધકેલી દીધો છે. ભગવતીપરા સુખસાગર હોલની સામેની શેરીમાં ગનીભાઇ ખલીફાના મકાનમાં રહેતાં હુશેન ઉર્ફ શાહરૂખ હાજીભાઇ હીંગોરા (સંધી) (ઉ.૨૩)ને પાસામાં ધકેલવાની પીસીબીની દરખાસ્ત પોલીસ કમિશનરે મંજુર કરી તેને સુરત જેલમાં ધકેલવા હુકમ કરતાં એસીપી પૂર્વ એચ. એલ. રાઠોડની રાહબરીમાં થોરાળાના પી.આઇ. બી. ટી. વાઢીયા, પીએસઆઇ પી.ડી. જાદવ, એએસઆઇ અજીતભાઇ ડાભી, બી. જે. જાડેજા, હેડકોન્સ. ભુપતભાઇ, મુકેશભાઇ, નરસંગભાઇ, વિજય મેતા, રોહિત કછોટ, સહદેવસિંહ જાડેજા સહિતે વોરન્ટની બજવણી કરી હતી. હુશેન વિરૂધ્ધ અગાઉ દારૂના ગુના નોંધાયા હતાં.

(11:42 am IST)