Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

રાજકોટ ગ્રામ્ય પોલીસે ૧૦ લાખના ચોરાયેલા 77 જેટલા મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા

જિલ્લા ગ્રામ્ય કોમ્પ્યુટર સેલના સ્ટાફ દ્વારા ચોરાયેલ મોબાઈલ શોધી કાઢ્યા

રાજકોટ જિલ્લા વિસ્તાર માંથી ચોરાયેલા કુલ ૧૦ લાખ ની કિંમતના ૭૭ મોબાઈલ ફોન મોબાઈલ માલિકોને ગ્રામ્ય કોમ્પ્યુટર સેલે પરત કર્યા છે.ગત ૧૦ ડિસેમ્બર થી ૧૨ એપ્રિલ સુધી રાજકોટ ગ્રામ્ય વિસ્તાર માંથી ચોરાયેલા ૭૭ જેટલા મોબાઈલ ફોન જિલ્લા ગ્રામ્ય કોમ્પ્યુટર સેલના સ્ટાફ દ્વારા શોધવામાં આવ્યા છે. જેની કિંમત ૧૦ લાખ રૂપિયા થાય છે

 આ  તમામ મોબાઈલ ફોન તેમના માલિકોને જિલ્લા પોલીસે પરત કર્યા છે.તેમજ જો તમારો મોબાઈલ ફોન ખોવાઈ જાય કે પછી તે ચોરાઈ જાય તો આસપાસ ના પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ફરિયાદ કરવા માટે જિલ્લા પોલીસ વડા બલરામ મીણા એ જનતાને અનુરોધ કર્યો હતો.

(8:51 am IST)