Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

વિરપુરમાં પૂ.જલારામબાપાના દર્શને પરસોતમભાઈ રૂપાલા

રામભાઈ મોકરીયા ઉપસ્‍થિત : રાજકોટ : વિરપુર(જલારામ) ખાતે પૂ.જલારામબાપા મંદિરના દર્શને કેન્‍દ્રીય મંત્રી તથા રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલા આવ્‍યા હતા.તેઓએ વિરપુર(જલારામ) ખાતે રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાના નિવાસસ્‍થાને શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. આ તકે રાજ્‍યસભાના સાંસદ રામભાઈ મોકરીયા પણ ખાસ ઉપસ્‍થિત રહયા હતા.આ પ્રસંગે ધારાસભ્‍ય જયેશભાઇ રાદડિયા, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્‍ય જનકભાઈ ડોબરીયા, તાલુકા પંચાયતના સદસ્‍યશ્રીઓ, સરપંચો, વીરપુર ગામના સર્વ સમાજના પ્રમુખો, સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:25 pm IST)