Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

મારી નાખવાના ઈરાદે મહાવ્‍યથા કરવાના ગુનામાં આરોપીઓને આગોતરા જામીન ઉપર મકત કરતી ધોરાજી સેશન્‍સ કોટ

રાજકોટ તા.૨૯:   જિલ્લાના ધોરાજી પોલીસ સ્‍ટેશનના ગુના  ઈન્‍ડીયન પીનલ કોડની કલમ ૩૨૬, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી.એકટની કલમ ૧૩૫ મુજબ ની ફરીયાદ આ કામના ફરીયાદી દિપકભાઈ રમેશભાઈ ભાષ્‍કરએ આ કામના આરોપીઓ(૧) સોલંકી અશ્વિનના ખીમનાથ, (૨) સોલંકી વિરદાસ રામદાસ, (૩) સોંદરવા ભરતભાઈ નારણભાઈ, (૪) સોંદરવા કાંતિલાલ ખીમાભાઈ, (૫) સોંદરવા ભાર્ગવ ભરતભાઈ, (૬) સોંદરવા નરેન્‍દ્રકુમાર ઉર્ફે નટો નારણભાઈ વગેરે વિરૂધ્‍ધ ફરીયાદ નોંધાવેલી, જે ફરીયાદ મુજબ આરોપી રતનદાસ સોલંકી અને મુળ ફરીયાદી એકબીજાના પાડોશી હોઈ જેથી જુના મનદુઃખના કારણે આ કામના તમામ આરોપીઓ નં.૧ થી ૬ વગેરે એક સાથે મળી ગેરકાયદેસર મંડળી રચી, આ કામના ફરીયાદીને આ કામના આરોપી રતનદાસે લોખંડના સળીયાથી ડાબા કાન પર કાયમી ખોટ રહે તેવી ગંભીર ઈજા પહોંચાડી તેમજ શરીર પણ આડેઘડ મુંઢમાર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા અન્‍ય સાહેદોને નાની મોટી હથીયારો વડે મુઢ ઈજા પહોંચાડી મે.જીલ્લા મેજી.શ્રીના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કયાના ગુન્‍હાના કામે આ આરોપીઓની ઘરપકડ થવાની દહેશત હોય આરોપીઓ ધ્‍વારા ધોરાજીના ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલી જે કેસની હકીકત બચાવ પક્ષના એડવોકેટની દલીલો રજુ રાખેલા હાઈકોર્ટના જજમેન્‍ટો ધ્‍યાને લઈને ધોરાજીના ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ કોર્ટના જજ સાહેબ શ્રી એ. એમ. શેખએ તમામ આરોપીઓની આગોતરા જામીન અરજી મંજુર કરેલ.

 આ કામમાં આરોપીના બચાવ પક્ષે રાજકોટના ધારાશાષાી શ્રી ચીમનભાઈ ડી.સાંકળીયા, ભરત ડી.બોરડીયા, હરેશ એ.ખીમસુરીયા, અતુલભાઈ એમ.બોરીચા, પ્રકાશભાઈ એ.કેશુર, શૈલેષ આર.વકાતર, વિજય એલ.સોંદરવા, પુનમ સોંદરવા, યુવરાજસિંહ ચાવડા, સોનલબેન બારોટ, વકીલ આસીસ્‍ટન્‍ટ તરીકે નિકુંજ સી.સાંકળીયા, લલીતચંદુ સી.બારોટ, ઉદય પી.ચાંવ, તુષાર એમ.સોલંકી વગેરે રોકાયેલ હતા

(4:21 pm IST)