Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

આ પાંચ મહાનુભાવોને અપાશે એવોર્ડઃ પરિચય

રાજકોટ : જે મહાનુભાવોને પરશુરામ એવોર્ડ ર૦ર૪ પરશુરામ યુવા સંસ્‍થાન રાજકોટ દ્વારા તા.ર એપ્રિલે ના રોજ અર્પણ થવાનો છે. તેઓનો પ્રતિભા પરીચય આ પ્રમાણે છેઃ

(૧)મનેશભાઈ માદેકા

શ્રી મનેશભાઈ એક બ્રાહ્મણ ઉદ્યોગપતિ તરીકે શુન્‍યમાંથી  સર્જન કર્યું છે. તેમ કહી શકાય કેમ કે, ફકત નજીવી મુડીથી ઉતરોતર પ્રગતિ કરીએ તેઓ આધુનિક રોલેકસ રીંગ ઉદ્યોગની સ્‍થાપના કરી શકયા તેમની કુશળતા અને દીર્ધ દ્રષ્‍ટી સુચવે છે બ્રહ્મઉદ્યોગ સાહસીક તરીકે તેમને અનેક બ્રાહ્મણ યુવકોને વ્‍યવસાય રોજગાર અને નોકરીમાં ભરપુર સહાય કરી છે. અસંખ્‍ય બ્રાહ્મણ બાળકોના શિક્ષણ ખર્ચ પોતે ભોગવીને આવા બાળકોને શિક્ષીત કર્યા છે. રોલેકસ રીગના સર્વે કર્મચારીઓ સાથે તેઓનો માનવીય અભીગમ પ્રશંશા પાત્ર છે. કોમ્‍પ્‍યુટરાઈઝ મશીન દ્વારા બેરીંગ રીંગ્‍ઝનું ઉત્‍પાદન કરી વિવિધ દેશોમાં એકસપોર્ટ કરીને બ્રહ્મ ઉદ્યોગપતિ તરીકે ઉદ્યોગ જગતમાં  સારું નામ કમાઈ શકયા છે. તે સાથે જ  અનેક બ્રાહ્મણ  પરિવારોને આર્થિક મદદ કરી તેઓના આશીર્વાદ લીધા છે. સમાજના પ્રત્‍યેક વર્ગ માટે શ્રી મનેશભાઈ લાગણી સભર વ્‍યવહાર રાખે છે. કોરોના સમયે એક હોસ્‍પિટલ ઉભી કરી લોકોને તબીબી સારવાર સુલભ બને તે માટે અગે્રસર રહયા હતા. ગિરગંગા પ્રોજેકટ, થેલેસેમીયા પીડીત બાળકોની પ્રવૃતીમાં તેમણે માતબર દાન આપેલ છે. તત્‍કાલીન મુખ્‍યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલે અને શ્રી વિજયભાઈ રુપાણીએ તેમનું વ્‍યકિતગત સન્‍માન કરીને તેઓની સેવાભાવનાની કદર કરી છે.

(ર) સાંઈરામ દવે

હાસ્‍ય અને લોક સાહિત્‍ય ક્ષેત્રે શ્રી સાંઈરામ દવે નું નામ ખુબ જ સન્‍માનપુર્વક લેવાય છે તેઓ અત્‍યંત લોકપ્રિય છે તેમણે  બ્રાહ્મણ પરીવારોના સર્વાંગી રીતે વિકસીત કરવામાં પોતાનું આર્થિક પ્રદાન આપ્‍યું છેુ. હાસ્‍ય કલાકાર અને શિક્ષણવિદ તરીકે તેમનું નામ અગ્રસ્‍થાને લેવાય છે. આશરે ૩૦૦૦ થી વધુ જાહેર કાર્યક્રમો, અનેક ઓડીયો વિડીયો આલ્‍બમના માઘ્‍યમથી તે સુપ્રસિઘ્‍ધ બન્‍યા છે. સમગ્ર બ્રહ્મ સમાજને તેમના પર ગૌરવની લાગણી છે. સાંઈરામભાઈએ રર જેટલા પુસ્‍તકો પ્રસિઘ્‍ધ કર્યા છે. એજયુકેશન ફોર બીલીયન્‍સ પર વકતવ્‍ય બ્રહ્મ સમાજનું ગૌરવ વધાર્યુ છે. ગુજરાતના તત્‍કાલીન મુખ્‍યમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી સાહેબે શ્રી સાંઈરામભાઈને ‘ગુજરાત ગૌરવ પુરસ્‍કાર' પ્રદાન કરી સન્‍માનીત કર્યા છે. ગુજરાતના તત્‍કાલીન રાજયપાલ શ્રી ઓ.પી.કોહલી સાહેબે શ્રી સાંઈરામભાઈને ભજવેલ ઓફ ગુજરાત અને  ગુજરાત ગ્‍લોરી જેવા એવોર્ડથી સન્‍માનીત કર્યા છે.શ્રી સાંઈરામભાઈએ ગરીબ અને વંચિત બાળકોને દુરદર્શનના કાર્યક્રમો માં લઈ જઈ બાળ પ્રોત્‍સાહન નું કાર્ય કર્યુ છે.

મહારાષ્‍ટ્ર અને ગુજરાતના પાઠયપુસ્‍તકોમાં શ્રી સાંઈરામભાઈના કાવ્‍યોને સ્‍થાન મળ્‍યું છે. રાજકોટ ખાતે નચિકેતા સ્‍કુલ નામે ભારતીય મુલ્‍યો આધારીત સ્‍કુલ સાંઈરામભાઈએ સ્‍થાપેલ છે. સોશિયલ મિડીયામાં સાંઈરામભાઈ ના આશરે ૩૦ લાખ થી વધુ ફોલોઅર છે. તેમની યુ ટયુબ ચેનલ સૌથી વધુ લોકપ્રિયતા ધરાવે છે. વિરાંજલી નામનો સૌથી પહેલો મલ્‍ટિમીડીયા શો શ્રી સાંઈરામભાઈ એ લખેલો છે. જેના દ્વારા ૧૭ કાર્યક્રમો આપી ગુજરાતની પ્રજાના દિલમાં દેશપ્રેમની ભાવના જગાવવા પ્રસંશનીય કાર્ય કર્યુ છે. બ્રહ્મસમાજ અને સમાજના દરેક વર્ગ માટે તન, મન અને ધન થી સેવા કરેલ છે.

(૩)ડો.રાજેન્‍દ્રભાઈ ત્રિવેદી

ડો.રાજેન્‍દ્રભાઈ ત્રિવેદી ફકત રાજકોટના નહીં પરંતુ, પુરા ગુજરાત રાજયમાં નિષ્‍ણાંત  ન્‍યુરોસર્જન તરીકે પ્રસિઘ્‍ધ છે. તેઓના તબિબી જ્ઞાનથી અનેક લોકોને નવું જીવન મળ્‍યુ છે. તબિબી વ્‍યવસાયના માઘ્‍યમને સેવા અને માનવતાનું માઘ્‍યમ બનાવી તેઓએ બ્રાહ્મણ પરીવારની અને સમગ્ર સમાજની અવિરત સેવા કરી છે. ડો.રાજેન્‍દ્રભાઈ ત્રિવેદી એટલે બાહીશ તબિબ, નિષ્ઠાવાન અને સમર્પિત બ્રહ્મરત્‍ન એ દરજજો તેઓની વિશેષતા છે. માનવીય મુલ્‍યો એક ડોકટર તરીકે આપે ખુબ જ જાળવ્‍યા છે. પ્રતિષ્ઠીત ન્‍યુરોસર્જન હોવાને કારણે તેઓ નામાંકિત છે. રાષ્‍ટ્રીય અને આંતરાષ્‍ટ્રીય કોન્‍ફરન્‍સમાં તબિબી ક્ષેત્રમાં આપના રીસર્ચ પેપર પણ રજુ થયેલા છે. મુંબઈ ખાતે સર્જરીમાં એમ.સી.એસ. કરીને સુપ્રસિઘ્‍ધ હિન્‍દુજા હોસ્‍પિટલ મુંબઈ ખાતે તેમણે સર્વ પ્રથમ ન્‍યુરોસર્જન તરીકે સેવાઓ આપેલી છે. ગુજરાતના તત્‍કાલીન મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી સાહેબે ભભબેટી બચાવો બેટી પઢાઓભભ જનજાગૃતીના કાર્યમાં ડો.રાજેન્‍દ્રભાઈ ત્રિવેદીને જોડાવવાનું કહયું હતું. સૌરાષ્‍ટ્ર મેડીકલ ચેરીટેબલ  ટ્રસ્‍ટ રાજકોટના તેઓ પ્રમુખ રહી ચુકેલ છે. જેલના કેદીઓને રોગોનું નિદાન કરવામાં પણ સિનીયર મોસ્‍ટ ન્‍યુરો સર્જન તરીકે તેઓએ માનવીય કામગીરી બજાવી છે આ ઉપરાંત બુક વિમોચન, બ્‍લડ ડોનેશન, મોટીવેશન પ્રોગ્રામ, વિધવા સહાય, મેડીકલ સહાય, આર્થિક સહાય જેવા માનવીય કાર્યમાં તેઓ સદા અગે્રસર રહયા છે. બ્રહ્મસમાજ રાજકોટમાં તડગોળમાંથી એકટીવ મેમ્‍બર તરીકે તેમણે સામાજીક ધાર્મિક અને રાજકીય કાર્યક્રમોમાં ભાગ લીધેલો છે. બ્રાહ્મણો માટે ડો.રાજેન્‍દ્રભાઈ ત્રિવેદીએ હંમેશા માનવીય અભિગમ રાખ્‍યો છે. જેના પરીણામે તેઓ અનેક બ્રહ્મ પરીવારો માં લોકપ્રિય રહયા છે. બ્રાહ્મણ પરીવારોમાં સારા માઠા પ્રસંગે સહાયરુપ બની અને હુંફ આપવી જેવા ઉમદા કાર્યો તેમણે સુપેરે બજાવેલ છે.

  (૪)શ્રીમતિ વિભાવરીબેન દવે

શ્રીમતિ વિભાવરીબેન દવે સમગ્ર બ્રહ્મસમાજમાં એક ઝળકતું નારી રત્‍ન છે. તેઓની બહુમુખી પ્રતિભા  વિવિધ ક્ષેત્રે ઝળકી ઉઠી છે. વિભાવરીબેને સામાજીક, રાજકીય અને શૈક્ષણીક ક્ષેત્રે વૈવિઘ્‍યપુર્ણ કાર્ય કરેલું છે. ભારતીય જનતા પાર્ટીમાં ભાવનગર મુકામે અનેક વખત સુગઠનના વિવિધ પદો ઉપર રહયા છે. કોર્પોરેટર તરીકે ભાવનગરમાં  સફળ કામગીરી પ્રથમ મહિલા મેયર તરીકે પસંદગી મેળવી હતી. તેઓ સતત ત્રણ ટર્મ સુધી ધારાસભ્‍ય પદે ચુંટાતા રહયા છે. તે જ તેઓની લોકપ્રિયતાની પારા શીશી છે. ગુજરાતના સંસદીય સચિવ બનનાર સૌ પ્રથમ બ્રહ્મ મહિલા હતા. ગુજરાત રાજયના મંત્રી મંડળમાં તેમણે કેબીનેટ મંત્રી તરીકે સફળ કામગીરી બજાવી છે. સામાજીક ક્ષેત્રે આંતરરાષ્‍ટ્રીય સંસ્‍થા યુનિસેફમાં સેવા આપી અને ‘માવતર' નામની સંસ્‍થા સ્‍થાપેલી છે. તેઓ મહિલા તરીકે નિડરતાના ગુણો ધરાવે છે. શહેરની ગુંડાગીરી સામે તેઓ કહેતા કે, કોઈની ગેરકાયદેસર દાદાગીરી ચાલી શકે નહીં. કાયદો અને વ્‍યવસ્‍થાના આગ્રહી વિભાવરીબેન હંમેશા કહેતા કે, શહેરમાં બે જ દાદા હોય શકે, ‘હનુમાન દાદા અને શંકર દાદા' આ નિડરતા એક બ્રહ્મ  મહિલા તરીકે તેઓમાં ભરપુર જોવા મળતી હતી નિડરતા અને નિર્ભયતાથી તેઓએ બ્રાહ્મણ અને સમાજની તમામ મહિલાઓ અને દિકરીઓને જાગૃત રહેવા સલાહ આપી છે.

 ભાવનગરમાં કેન્‍સર હોસ્‍પિટલની સ્‍થાપનામાં વિભાવરીબેને અગ્રીમ ભાગ ભજવ્‍યો તે ઉપરાંત ભાવનગરમાં ૧૦૦૮ સીટનું ઓડીટોરીયમ  અને આર્ટ ગેલેરી બનાવવામાં નિમીત  બન્‍યા છે. ભાવનગરનાં કંસારા કોઠાનું નવિનીકરણ કરી  નવ થી વધુ તળાવો સજીવ કર્યા અને ચારથી વધુ તળાવોનો વિકાસ કર્યો.

(પ)જગદીશભાઈ આચાર્ય

બ્રાહ્મણ પરીવારમાં જન્‍મ લઈ શ્રી જગદીશભાઈ આચાર્ય એ સૌરાષ્‍ટ્રમાં એક પીઢ પત્રકાર, કટાર લેખક અને રાજકીય વિશ્‍લેપક તરીકે જે પ્રસિઘ્‍ધી પ્રાપ્‍ત કરી તે પુરા બ્રાહ્મણ સમાજ માટે  ગૌરવપ્રદ બાબત છે. ર૦ વર્ષથી વધુ સમય તેમણે ફુલછાબમાં અને ૧પ વર્ષની વધુ સમય તેમણે દિવ્‍ય ભાસ્‍કર અખબારમાં  ન્‍યુઝ એડીટર તરીકે ફરજ બજાવી છે. સમાજ જાગૃતિના પ્રહરી તરીકે તેમણે મોટું નામ ઉભું કર્યુ છે. અખબારી પ્રતિનીધીઓની અને એજન્‍ટોનું સૌરાષ્‍ટ્ર વ્‍યાપી સંગઠન તેઓના પ્રયાસથી ઉભું થયુ છે. ગુજરાતમાં દુષ્‍કાળ પડયો ત્‍યારે ફુલછાબ અખબાર દ્વારા જળસેવાનું આયોજન આપની દેખરેખમાં કરવામાં આવ્‍યુ હતું. આપના આ સતકાર્યોની નોંધ તે વખતે દેશ-વિદેશના પ્રિન્‍ટ અને ઈલકટ્રોનીક મિડીયાએ લીધેલ હતી. દેશની ટોચની ન્‍યુઝ ચેનલોએ દુષ્‍કાળનો સામનો કરવામાં તેઓએ કરેલી જળસેવાની નોંધ લીધી હતી.

કારગીલ યુઘ્‍ધ વખતે  આપે લખેલ અહેવાલો વાંચીને તેમાંથી પે્રરણા મેળવીને કરોડો રૂપીયાનું વિક્રમ સર્જક ભંડોળ એકત્ર કરી ફુલછાબ દ્વારા પે્રરીત આ અભિયાન અંતર્ગત દેશના સેન્‍યને અમુલ્‍ય યોગદાન આપ્‍યુ છે. રાજકોટમાં એઈમ્‍સ હોસ્‍પિટલ મળે તે માટે પ્રિન્‍ટ મિડીયાના માઘ્‍યમથી શ્રી જગદીશભાઈ આચાર્ય એ સંનિષ્ઠ અને  વિધેયાત્‍મક પ્રયાસો હાથ ધર્યા જે સફળ રહયા ભોપાલ ખાતે દૈનિક ભાસ્‍કર ગુ્રપ આયોજીત મેનેજમેન્‍ટ એન્‍ડ લીડરશીપ સમિટમાં ડેલ કારનેગી ઈન્‍સ્‍ટીટયુટ તરફથી વિશેષ સન્‍માનીત કર્યા હતા. શ્રી જગદીશભાઈ આચાર્યનાં આશરે રપ૦૦ થી વધારે લેખો પ્રસિઘ્‍ધ થયા છે. હાલ શ્રી જગદીશભાઈ આચાર્ય વોઈસ ઓફ ડે અખબારમાં સલાહકાર તરીકે સેવા આપી રહયા છે. અબુધાબી ખાતે યોજાયેલ વર્લ્‍ડ મિડીયા કોંગ્રેસમાં તેઓએ ભાગ લીધેલ હતો. દાદા તરીકે હુલામણા નામે પત્રકાર જગતમાં પ્રસિઘ્‍ધ છે. બ્રાહ્મણ  સમાજ અને વિવિધ વર્ગોમાં તેઓ પ્રતિષ્ઠિત વ્‍યકિત તરીકે તેઓ સ્‍થાન ધરાવે છે.

(4:49 pm IST)