Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

જૈન સોશ્‍યલ ગ્રુપ વેસ્‍ટ દ્વારા યોજાયેલ અંતાક્ષરીમાં સંગીતપ્રેમીઓ ઝુમ્‍યા

મેહુલભાઈ રવાણી તથા હર્ષદભાઈ મહેતા દ્વારા સંયોજીત ‘રીમઝીમ મ્‍યુઝિકલ અંતાક્ષરી'ને બહોળો પ્રતિસાદ

રાજકોટ, તા.૨૯: મેહુલ રવાણી અને હર્ષદ મહેતા દ્વારા સંયોજીત તથા જૈન સોશ્‍યલ ગ્રુપ વેસ્‍ટના નેજા હેઠળ યોજાયેલી ‘રીમઝીમ મ્‍યુઝિકલ અંતાક્ષરી'નું આયોજન જૈન સોશ્‍યલ ગ્રુપ વેસ્‍ટના સભ્‍યો તથા પરિવારજનો માટે કરવામાં આવ્‍યું હતું. જેને પ્રેક્ષકોએ બહોળો પ્રતિસાદ આપ્‍યો હતો. આ મ્‍યુઝિકલ અંતાક્ષરીમાં જૈન સોશ્‍યલ ગ્રુપ વેસ્‍ટના સભ્‍યોએ ભાગ લીધો હતો.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરિહંત ઇન્‍વેસ્‍ટમેન્‍ટના ફાઉન્‍ડર અને જૈન અગ્રણી મેહુલભાઈ રવાણી તથા જૈન સોશ્‍યલ ગ્રુપ વેસ્‍ટના કારોબારી સભ્‍ય તથા એચ એમ જૈન મેટ્રીમોનીયલના ફાઉન્‍ડર હર્ષદ મહેતાએ કર્યું હતું. આ મ્‍યુઝિકલ અંતાક્ષરીમાં મુકેશજીના કર્ણપ્રિય ગીતો રજૂ કરનાર અલ્‍પેશ ડોડીયા તથા લાઇવ મ્‍યુઝિકલ ઓરકેસ્‍ટ્રા ગ્રુપે પોતાના સુરોથી શ્રોતાઓને રસતરબોળ કર્યા હતા.

આ તકે રીમઝીમ મ્‍યુઝિકલ અંતાક્ષરીમાં ભાગ લેનાર દરેક પાર્ટીસીપેન્‍ટ તથા વિજેતાને ડોલીબેન રવાણી અને વત્‍સલભાઈ રવાણીના હસ્‍તે ઇનામોથી નવાજવામાં આવ્‍યા હતા. તથા મહેશભાઈ શાહ તરફથી દરેક સ્‍પર્ધકને ગીફ્‌ટ આપવામાં આવેલ.

આ મ્‍યુઝિકલ અંતાક્ષરીમાં જૈન સોશ્‍યલ ગ્રુપ વેસ્‍ટના પ્રમુખ પ્રકાશ ખજુરીયા, સેક્રેટરી ધનેશ દોશી, આઈપીપી રાજેશ મોદી, વાઇસ પ્રેસિડેન્‍ટ મહેશ શાહ, જોઈન્‍ટ સેક્રેટરી રાજેશ શાહ, ટ્રેઝરર હરેશ દોશી,પાસ્‍ટ પ્રેસીડન્‍ટ  પ્રદિપ પુંજાણી, શરદ પારેખ, સુભાષ બાવીશી,એડવાઈઝર અરવિંદ દોશી, કારોબારી સભ્‍ય હર્ષદ મહેતા, ભરત પારેખ, જગદીશ કોઠારી, વિનય કામદાર, કીર્તિ પારેખ, વિરેન્‍દ્ર સંઘવી સહિતના મહાનુભાવો અને બહોળી સંખ્‍યામાં જૈન અગ્રણીશ્રીઓ તથા જૈન સોશ્‍યલ ગ્રુપ વેસ્‍ટના સદસ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા. તેમ મંત્રી ધનેશભાઈ દોશીની યાદી જણાવે છે.

(4:00 pm IST)