Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

મહિલા સુરક્ષા અને મહિલા સશકિત કરણ માટે જાગૃતિ કાર્યક્રમઃ પ્રશ્‍નોનું નિરાકરણ

રાજકોટઃ શહેર પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવ અધિક પોલીસ કમિ‘ર શ્રી વિધી ચૌધરી નાયબ પોલીસ કમિશ્‍નર ટ્રાફીક શ્રી પુજા યાદવ તથા મદદનિશ પોલીસ કમિશ્‍નર શ્રી મહિલા સેલ આર.એસ.બારીઆના  માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્‍સ્‍પેકટર શ્રી આઇ.એન.સાવલીયા દ્વારા મહિલા પોલીસ સ્‍ટેશન ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત મહિલાઓની જાગળતિ માટે તેમજ મહિલાઓ પર થતા અત્‍યાચારો જેમા ઘરેલુ હીંસા, બળાત્‍કાર તથા ઘરેલુ હીંસાના લીધે થતા આત્‍મહત્‍યાના બનાવોને રોકવા માટે આવી પીડીત મહિલાઓને એનજીઓ, એફએફડબલ્‍યુસી, મહિલા શી ટીમ, ૧૮૧ અભ્‍યમ વિશે જાણકારી આપી મહિલા સુરક્ષા તથા મહિલા સશકિતકરણ માટે મહિલાઓની જાગળતિના કાર્યક્રમનુ આયોજન કરેલ હતુ તેમજ મહિલાઓના થતા પ્રશ્‍નોનુ નિરાકરણ લાવવા પ્રયત્‍ન કરવામાં આવેલ હતા. આ પ્રસંગે પીઆઇ આઈ. એન. સાવલિયા, સી-ટીમ એએસઆઇ -સ્‍મિતાબેન રમેશચન્‍દ્ર પીસી જાગળતિબેન શીવાભાઈ પીસી પૂજાબેન સમીરભાઈ પીસી મુક્‍તાબેન હમીરભાઇ પીસી પાયલબેન ગગુભાઈ પીસી બંસીબેન રમેશભાઈ પીસી પ્રિયંકા બા ભીખુભા પીસી સોનલબેન લાલજીભાઈ ૧૮૧ અભયમ -વૈશાલીબેન, રાધિકાબેન તથા બિન સરકારી સભ્‍યો ગોપાલભાઈ બોરાણા, ભાવનાબેન જોષીપૂરા, શાહનવાઝભાઈ સીદીકી, ભૂપતભાઈ અજાણી, મનુંભાઈ જોબનપુત્રા, દિનેશભાઈ ખીમસૂરીયા, નારણભાઈ ફાનગલીયા, ચંદ્રસિંહ જાડેજા ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:50 pm IST)