Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

શહેર ભાજપ પ્રમુખ તરીકેના ૩૦૦ દિવસની સાથો સાથ પ્રદેશ ભાજપે આપેલ નમો એપ લક્ષ્યાંકને પુર્ણ કરતાં મુકેશ દોશીઃ અભિનંદનની વર્ષા

દશ હજાર નમો એપ ડાઉનલોડ કરાવી રાજકોટમાં પ્રથમ ક્રમે રહ્યાઃ નમો એપ માઇક્રો ડોનેશનમાં પણ શહેર ભાજપમાં પ્રથમ ર૦૦ થી વધુ લોકોને માઇક્રો ડોનેશન કરાયું: રાજકોટ શહેરમાં પહેલી વાર અનુસુચિત જનજાતી મોરચાની નિમણુંક માટે સૌપ્રથમ પહેલ કરનાર શહેર ભાજપ પ્રમુખ બન્‍યાઃ વિવિધ મોરચાઓ સેલની સાથે સાથે વિવિધ સમિતીઓની પણ રચનાઓ પૂર્ણ

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ પ્રમુખ તરીકેના ૩૦૦ દિવસ પૂર્ણ કર્યા છે ત્‍યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કક્ષાએથી સોંપવામાં આવેલ તમામ લક્ષ્યાંકો પૂર્ણ કરવાની સાથો સાથ રાજકોટ શહેરના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ, હોદેદારો, પદાધિકારીઓ,મોરચા, સમિતી, સેલ સહિતના સાથે સંપર્કથી માંડી સોંપવામાં આવેલ વિવિધ કાર્યક્રમો ધડવા અને તેમને માર્ગદર્શન આપી પૂર્ણ કરવામાં આવેલ છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલજીના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ભાજપની સંગઠન પ્રક્રિયા અંતર્ગત શહેર ભાજપ પ્રમુખથી લઈ વોર્ડ, શકિતકેન્‍દ્ર અને બુથ સુધી સંગઠનની રચના કરવામાં આવી છે ત્‍યારે સંગઠનલક્ષી કાર્યક્રમો યોજી પાર્ટીને વધુ વટવૃક્ષ બનાવવાના આશયથી પાર્ટીની વિચારધારા સાથે કાર્યકર્તાઓને જોડી આગામી ચૂ ંટણીમાં ભાજપનો ભવ્‍ય વિજય પાંચ લાખ મતોની લીડ સાથે થાય તે માટે માઇક્રો પ્‍લાનીંગ કરવામાં આવેલ છે. આ કાર્ય માટે પ્રમુખ મુકેશભાઈ દોશીના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ભાજપનો કાર્યકર્તાને જવાબદારી સોંપવામાં આવેલ છે.

શહેર ભાજપ પ્રમુખ બન્‍યા પછી મુકેશભાઈ દોશીએ શહેરના વોર્ડ ૧ થી ૧૮ માં વોર્ડના તમામ શ્રેણીના કાર્યકતાઓને મળી તેમને પ્રોત્‍સાહિત કરવા માટે તેમના વોર્ડમાં પ્રવાસ કરી ૪પ૦૦ કાર્યકતાઓ સાથે મળી તેમને ભારતીય જનતા પાર્ટીની કાર્યપઘ્‍ધિત, વિવિધ કલ્‍યાણકારી યોજનાઓ માટે સીધો જનસંપર્ક કરી લોકોની વચ્‍ચે રહેવા તેના દરેક પ્રસંગમાં રહેવા માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના વરદ હસ્‍તે અયોઘ્‍યા ખાતે રામમંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્‍સવમાં રાજકોટ શહેરની ધાર્મિક પ્રજાને સહભાગી થવા માટે ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીના માર્ગદર્શન હેઠળ અયોઘ્‍યાના રામમંદિરની આબેહુબ પ્રતિકૃતિનો રથ શણગારી રથમાં રામજીની પાદુકાનું રાજકોટ શહેરીજનો પૂજન અર્ચન કરી શકે તે માટે એક ભવ્‍ય ફલોટસ તૈયાર કરવામાં આવેલ હતો. આ રથને તમામ વોર્ડમાં ફેરવવામાં આવેલ હતો.

આગામી લોકસભાની ચૂંટણીમાં રાજકોટ લોકસભામાં પાંચ લાખથી વધુ લીડથી ભાજપનો ભવ્‍ય વિજય થાય તે માટે માઇક્રોપ્‍લાનીંગ સહિત તમામ શ્રેણીના કાર્યકતાઓને બુથ, શકિત કેન્‍દ્ર, વોર્ડ અને મહાનગર કક્ષાએ ચૂંટણીલક્ષી જવાબદારીઓ સોંપવામાં આવેલ છે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની નમો એપ ડાઉનલોડ કરવાની યોજનામાં દશ હજાર નમો એપ ડાઉનલોડ કરાવી લક્ષ્યાંક પુરો કરી રાજકોટના સૌપ્રથમ શહેર ભાજપ પ્રમુખ બન્‍યા છે. માઇક્રો ડોનેશન અંતર્ગત વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ, પદાધિકારીઓને સહિતના સાથે ર૦૦ માઇક્રો ડોનેશન ઉપલબ્‍ધ કરવામાં આવેલ છે. આવા વિવિધ કામો માટે તેમજ રાજકોટ શહેરના કાર્યક્રમોના સફળ બનાવવા માટે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ અભિનંદન પાઠવેલ છે. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(3:49 pm IST)