Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

જંકશન પ્‍લોટ કેસ અંગે સ્‍પષ્‍ટતા

રાજકોટ :  તા.૨૭-૩-૨૪ ના રોજ ચંદ્રકાંત રાધાકિશન આહુજા અને તેમના વકીલ અશ્વિન પોપટ ધ્‍વારા ડીસ્‍ટ્રીકટ કોર્ટે જે રીવીઝન અરજી રદ કરવાનો હુકમ કરેલ છે તેના અનુસંધાને જણાવવાનું કે, ચંદ્રકાંત આહુજાએ તા. ૦૬-૦૩-૨૦૨૪ ના રોજ કરેલી ‘હું તને જોઈ લઈશ' ફરિયાદ જે ખોટી હતી જેની એફ.આઈ.આર. અને ચાર્જશીટ કોર્ટમાં રજુ થયેલ છે અને સમગ્ર કેસ બોર્ડ ઉપર ચાલે છે. જેમા સામાવાળાઓ ચંદ્રકાંત આહુજા અને એફ.આઈ.આર.માં દર્શાવેલ નામમાંથી માત્ર ચંદ્રકાંત આહુજાની જુબાની (ક્રોસ) આપેલ છે, ત્‍યારબાદ કોઈ વ્‍યકિતએ છેલ્લી ત્રણ મુદતથી જુબાની આપવા તૈયાર થતા નથી, તેમના વકીલ દ્વારા વારંવાર અમારી સહમતિ લઈ મુદત માંગતા રહયા છે. ખરેખર આ કેસ અમો આગળ ચલાવવા માંગીએ છીએ અને મે હજુ સુધી ચાર્જ ફ્રેમ થવા દીધો નથી. જો ચાર્જ ફ્રેમ થવા દીધો હોવ તો નીચલી કોર્ટના હુકમ સામે અપીલ કે રીવીઝન શું કામ કરું ? હું તને જોઈ લઈશ ની ફરિયાદ પ્ર.નગર પોલીસ સ્‍ટેશન મારફત થયેલ હતી. તેની સામે એફ.આઈ.આર. રદ કરવા અમો હાઈકોર્ટમાં રીટ પીટીશન (કોશીંગ) પણ દાખલ કરેલ છે છતા પણ નીચલી કોર્ટ માં અમારો કેસ ચાલુ જ છે. હવે પછી સાક્ષી પુરાવા ફરિયાદી કે તેના વકીલ દ્વારા રજુ કરી શકતા નથી કે તેની જુબાની કોઈપણ કારણસર આપવા માંગતા નથી.ખરી વાત એ છે કે, ચંદ્રકાંત આહુજાની જંકશન પ્‍લોટમાં આવેલ આહુજા આઈસ્‍ક્રીમની દુકાન પાસે જ અમારું રહેઠાણ છે ત્‍યાથી અમારે રોજ પસાર થવાનું હોવાથી તે દિવસે હું અને મારા પત્‍નિ કોઈપણ કારણસર તેની દુકાનની સામે તેની દુકાનથી રોડ પરથી આશરે ૧૦૦ ફુટના અંતરે ઉભા હતા તેમજ તેઓની સામે અમોની વ્‍યાજ આતંક ધારા હેઠળ માનહાનિ, બદનક્ષી, છેતરપીંડી વગેરેની ફરિયાદો થયેલી છે જેના કેસ નામદાર કોર્ટમા પણ ચાલી રહયા છે. તેમનો ખાર ઉતારવા નજીકના પોલીસ સ્‍ટેશનના જે તે વખતના પોલીસ કર્મચારી/ અધિકારીની મીલીભગતથી અમારી સામે ખોટી ફરિયાદ નોંધાવેલ હતી. જયારે હાઈકોર્ટે પણ નોંધેલ છે કે હું તને જોઈ લઈશ એ ધમકીની ભાષામા પણ આવતું ન હોવા છતા પણ તે મુજબની ફરિયાદ નોંધવામાં આવેલ છે. આ ફરિયાદના અનુસંધાને અમે કોઈ ગુનો પણ કબુલ કરેલ નથી અને તેની સામે ચાર્જ ફ્રેમ પણ થવા દીધો નથી. માટે ચંદ્રકાંત આહુજા અને તેમના વકીલ અશ્વિન પોપટે જે પ્રેસનોટ આપી છે તે અધુરી, અસ્‍પષ્ટ વિગતવાળી અને ગેરમાર્ગે દોરવનારી અને સમાજમાં અમારી માનહાનિ અને બદનક્ષી થાય તેવો તેનો હેતુ હોવાથી પ્રસિધ્‍ધ કરાવેલ છે આ માટે તેઓની સામે માનહાનિ, બદનક્ષીની કાર્યવાહી પણ થઈ રહી છે. તેમ એડવોકેટ એમ.એમ.બુધવાણીએ જણાવ્‍યું છે.

(4:46 pm IST)