Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

ભગવાન શ્રી મહાવીર જન્‍મ કલ્‍યાણકની ધર્મયાત્રામાં ફલોટ ન જોડવા તથા રૂટને સુશોભીત કરવા જૈનમની કમીટીઓ કાર્યરત

રાજકોટઃ જૈનમ દ્વારા ભગવાન મહાવીર જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવની ઉજવણી નિમિતે દર વર્ષે અતિભવ્‍ય જોવા અને માણવા લાયક ધર્મયાત્રા યોજાય છે. જે ધર્મયાત્રા રાજકોટના રાજમાર્ગો પર ફરીને ધર્મસભાના સ્‍વરૂપમાં પરિવર્તિત થાય છે. આ ધર્મયાત્રામાં રાજકોટનાં વિવિધ ઉપાશ્રયો, જિનાલયોનાં શ્રાવક શ્રાવિકાઓ, મહિલા અને યુવક મંડળના સભ્‍યો, અનેક સંસ્‍થાઓ દ્વારા વિવિધ પ્રકારનાં ફલોટને જોડવામાં આવે છે. આ ફલોટ અનેક પ્રકારનાં સામાજીક સંદેશા સાથે ધર્મયાત્રામાં જોડાઈ ધર્મયાત્રાને માણવા લાયક બનાવે છે. સાથે જૈનોની ઓળખ એવી જીવદયાને ઉજાગર કરતો અનુમોદના રથ ધર્મયાત્રામાં જોડાય છે. આ વખતે પણ વિશેષ સંદેશાઓ આપતા અનેકવિધ ફલોટને જોડવા માટે બનેલી કમીટીમાં અમિતભાઈ દોશી, પારસભાઈ ખારા, ઉદયભાઈ ગાંધી, મૌલીકભાઈ મહેતા, મિલેશભાઈ મહેતા, હેમલભાઈ પારેખ, જીનેશભાઈ મહેતા, દર્શનભાઈ દેસાઈ, ભાગ્‍યેશભાઈ મહેતા, મલયભાઈ દેસાઈ, ધવલભાઈ શાહ, ઉદયભાઈ દોશી, તેજસભાઈ ગાંધી, નિલેશભાઈ કોઠારી, ચિરાગભાઈ શાહ, નિતેશભાઈ મહેતા, પરેશભાઈ વોરા વિગેરે અત્‍યારથી જ વિવિધતા સભર ફલોટને જોડવા માટે કાર્ય કરી રહયા છે.  આખા રૂટના સુશોભન માટેનીે  કમીટીમાં અશોકભાઈ વોરા, જીતુભાઈ લાખાણી, જુગલભાઈ દોશી, કુમારભાઈ શાહ, ધર્મેશભાઈ શાહ, કામીનભાઈ દોશી, હેમલભાઈ શાહ, અમીષભાઈ દોશી, અતુલભાઈ મહેતા, જીજ્ઞેશભાઈ મહેતા, દીશીતભાઈ મહેતા, જીતેશભાઈ સંઘવી, ફેનીલભાઈ મહેતા વિગેરે જૈનમ પરિવારનાં સભ્‍યો અત્‍યારથી જ કાર્યરત થઈ ગયા છે.

(3:38 pm IST)