Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

ઇસુ મસીહાને જે દિવસે ફાસીના માચડે ચડાવાયેલ તે દિવસને ‘ગુડ ફ્રાઇડે' કેમ કહેવાય છે?

ઇ.સ. ૧૨૯૦ની ડિક્‍સનેરી મુજબ પહેલા આ દિવસ ‘ગૌઉડ ફ્રાઇ ડે' તરીકે ઓળખવામાં આવતોઃ ૧૯૦૭માં પ્રકાશીત પહેલા કેથેલીક વિશ્વકોશમાં આ શબ્‍દનું મુળ સ્‍પષ્‍ટ ન હોવાનું જણાવાયેલ

રાજકોટઃ બાઇબલ મુજબ ભગવાનના દિકરા જે ક્રુસ પર મોત માટે ચડાવવામાં આવશે તે ક્રુસને પાડવાનો આદેશ તેને આપવામાં આવ્‍યો છે. તેને કોરડા મારવામાં આવશે. જેમાં સારૂ શું છે તે કહેવું મુશ્‍કેલ છે. કેટલાક લોકોનું માનવું છે કે દિવસ સારો છે, કેમ કે તે પવિત્ર છે અથવા તે ભગવાનનો શુક્રવાર વાક્‍યનો અપભ્રંશ છે.

જો કે ઓકસફોર્ડ ઇંગ્‍લીશ ડીકસનરીમાં વરિષ્‍ઠ સંપાદક ફિયોન મૈક ફેરસન મુજબ, આ વિશેષણ પારંપરીક રૂપે એક દિવસ (કયારેક એક સીઝન) માટે ઉપયોગ થાય છે. જે દિવસે ધાર્મિક રિત આયોજીત કરાય છે.

ઓકસફોર્ડ ઇંગ્‍લીશ ડીકસનેરી કહે છે કે સારૂ એ સંદર્ભેમાં એક દિવસ અથવા સીઝનના રૂપમાં ઉલ્લેખીત છે, જે ચર્ચ દ્વારા પવિત્ર માનવામાં આવે છે એટલે કે ક્રિસમસ કે પૈનકેક દિવસ પર અભિવાદન સારો સમય કહીને કરવામાં આવે છે. પૈન કેક દિવસ પવિત્ર ભોજનથી સંબંધીત છે. જે ઇસ્‍ટર પહેલા હોય છે. જે સામાન્‍ય રીતે ફેબ્રુઆરી કે માર્ચમાં હોય છે.

ગુડ ફ્રાઇડે સીવાય અપેક્ષાકૃત ઓછા પ્રસિધ્‍ધ ગુડ વેનસડે ઇસ્‍ટર પહેલા ઉજવાય છે. ગુડ ફ્રાઇડે પહેલા ઇ.સ. ૧૨૯૦ની ડીક્‍સનેરી મુજબ ‘ગૌઉડ ફ્રાઇડે' નામથી ઓળખવામાં આવતો હતો. અમેરિકી કેથેલીક સ્‍કૂલના ૧૮૮૫ થી ૧૯૬૦ ના અભ્‍યાસક્રમના બાલ્‍ટીમોર જિરહ મુજબ ગુડ ફ્રાઇડે સારો છે કેમ કે મસીહા એ લોકો માટે પોતાના મહાન પ્રેમ દેખાડતો અને તેના માટે દરેક આશિર્વાદ મેળવ્‍યા હતા.

વર્ષ ૧૯૦૭માં પ્રકાશીત પહેલો કેથેલીક વિશ્વકોશ જણાવે છે કે, આ શબ્‍દનો મુળ સ્‍પષ્‍ટ નથી. કેટલાકસ્ત્રોત તેનું મુળ ભગવાનનો શુક્રવાર કે ગૌટેસ ફ્રેટૈગમાં જોવે છે, કેટલાક જર્મનના ગ્‍યુટ ફેટૈગમાં જોવે છે આધુનિક ડેનીશ અને એગ્‍લો સકસેંસ દ્વારા તેને લાંબા શુક્રવારના રૂપમાં ઓળખવામાં આવે છે.

ઉપરાંત આ દિવસને ગ્રીક સાહિત્‍યમાં પવિત્ર અને મહાન ફ્રાઇડે, રોમનમાં પવિત્ર શુક્રવાર અને જર્મન ભાષામાં દુઃખી શુક્રવારના રૂપે ઓળખવામાં આવે છે. ઇસુ મસીહાની પヘમિી કલામાં  સૌથી વધુ તસ્‍વીરો બનાવવામાં આવી છે.

દરકે તસ્‍વીરમાં ઇસુ મસીહાને લાંબા વાળ અને દાઢીમાં દર્શાવવામાં આવ્‍યા છે. તેમણે લાંબી બાયવાળો ચોગો પહેર્યો છે. જે મોટા ભાગે સફદે રંગનો હોય છે. અને તેની ઉપર બ્‍લુ રંગની ચાદર હોય છે.

જો કે ઇતિહાસની દ્રષ્‍ટીથી ઇસુ મસીહાની તસવીરમાં સચોટતાનો અભાવ છે. ઇસુ મસીહાની બનાવવામાં આવેલ તસવીરો ગાદી ઉપર બેઠેલા એક સમ્રાટની તસવીર પર આધારીત હતી. રોમમાં સાંતા ય્‍યુડેન ઝાઇનાના ચર્ચની વેદીમાં કરવામાં આવેલ. પચીકારીમાં આ છબી દેખાય છે.

જેમાં જીસસ સોનાનો ચોગો પહેર્યો છે. તેઓને આખી દુનિયાના સ્‍વર્ગીક શાસકના રૂપે દર્શાવાયા છે. તેઓ ગાદી ઉપર બેઠેલા લાંબા વાળ અને દાઢી વાળા જિઉસની જેમ દેખાડવામાં આવ્‍યા છે.

જિઉસ પ્રાચીન યુનાની ધર્મમાં સર્વોચ્‍ચ દેવતા છે અને ઓલંપીયામાં તેમનું પ્રસિધ્‍ધ મંદિર છે તેના આધારે પર ઇસુ મસીહાની તસવીરો મળે છે. આ મૂર્તિ એટલી પ્રસિધ્‍ધ કે રોમન સમ્રાટ ઓગસ્‍ટસ પાસે પણ આ શૈતીમાં બનાવવામાં આવેલ તેની પ્રતિકૃતિ હતી.

બાઇજન્‍ટાઇન કલાકારોએ ઇસા મસીહાને સ્‍વર્ગીક શાસન કરતા બ્રહ્માંડના શાસકના રૂપમાં દેખાડયા છે. પણ સમય સાથે સ્‍વર્ગીય ઇસુ મસીહાની છબીનું વિઝયુલાઇઝેશનમાં પરિવર્તન થયું. બાદમાં હિપ્‍પી લાઇનના આધાર પર પરિવર્તન થયુ અને હવે તો તેના પર બનેલ ઇસુ મસીહાની શરૂઆતની તસવીરો જ સ્‍ટાન્‍ડર્ડ બની ગઇ છે.

સવાલ એ છે કે આખરે ઇસુ મસીહા દેખાતા કેવા હતા શરૂઆતના ખ્રીસ્‍તી લોકો ઇસુ મસીહાને સ્‍વર્ગીક દેવતા તરીકે ન હતા દેખાડતા. તેમણે એક વાસ્‍તવીક વ્‍યકિતને જેમ દેખાડાયા હતા. જેમાં તેમને લાંબા વાળ કે દાઢી પણ ન હતા. પણ તેઓની એક પાયાવર સાધુ જેમ છબી એક દાઢી વાળા વ્‍યકીતના રૂપમાં બનાવાતી હશે. કદાચ પાયાવરીને કારણ તે દાઢી નહીં કપાવતા  હોય. જેથી તસ્‍વીરોમાં ઇસુ મસીહા દાઢી સાથે દર્શાય છે.

વિખેરાયેલ વાળઅને દાઢી એક દાર્શનીક નિશાની માનવામાં આવતી હશે તેવા વ્‍યકિત (તેવાસંત જે ભૌતિક ચીજોની ઉપરની વસ્‍તુઓ વિશે વિચારતા હોય) જે બીજાથી થોડા અલગ હોય.

(3:37 pm IST)