Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

પોલીસ કમીશનર રાજુ ભાર્ગવ દ્વારા રપ૯૭ પરવાનાવાળા હથિયાર જમા - ચાર જપ્‍ત

લોકસભા ચૂંટણી સંદર્ભે લેવાઇ રહેલા તકેદારીના પગલાં :જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ દ્વારા ૧૦૯૬ હથિયાર જમા : ર હથિયાર જપ્‍ત

રાજકોટ તા. ૨૯ માર્ચ -  લોકસભા સામાન્‍ય ચૂંટણી -૨૦૨૪ અન્‍વયે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમ્‍યાન જિલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટે રાજકોટ શહેર અને ગ્રામ્‍ય પોલીસ દ્વારા પરવાનાવાળા હથિયારધારકો પાસેથી હથિયાર જમા લેવામાં આવે છે.

આ કામગીરી હેઠળ શહેર પોલીસ કમીશનર શ્રી રાજુ ભાર્ગવ દ્વારા  તા.૨૯/૦૩/૨૦૨૪ સુધી રાજકોટ શહેર પોલીસ દ્વારા ૩૦૦૮ પરવાના ધરાવતા હથિયારધારકો પાસેથી ૨૫૯૭ હથિયારો જમા લેવામાં આવ્‍યા હતા. અને ૪ હથિયારો જપ્ત કરવામાં આવ્‍યા હતા. જ્‍યારે રાજકોટ જિલ્લા(ગ્રામ્‍ય) એસ.પી. જયપાલસિંહ રાઠોડ દ્વારા  ૧૨૧૨ પરવાના ધરાવતા હથિયારધારકો પાસેથી ૧૦૯૬ હથિયારો જમા લેવામાં આવ્‍યા હતા. અને બે હથિયારો જપ્ત કરવામાં આવ્‍યા હતા. બાકીના હથિયારો જમા લેવાની પ્રક્રિયા ગતિમાન છે.

(3:51 pm IST)