Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

રાજાવડલાના રમેશભાઇ રાજકોટમાં હોળી ઠેંકતી વખતે અંદર પડતાં દાઝ્‍યા

ગામડે સારવાર લીધા બાદ હવે રાજોટ સિવિલમાં દાખલ થયા

રાજકોટ તા. ૨૯: જસદણના રાજાવડલા ગામે રહેતાં અને ડ્રાઇવીંગ કામ કરતાં રમેશભાઇ ગંગદેવભાઇ ઓળકીયા (ઉ.વ.૫૦) હોળીની રાતે રાજકોટના મોરબી રોડ વેલનાથપરામાં મિત્રો સાથે આવ્‍યા હોઇ અહિ મિત્રો સાથે સળગતી હોળી ઠેંકતી વખતે અંદર ખાબકતાં બેઠક, સાથળ, પગના ભાગે દાઝી ગયા હતાં. જે તે દિવસે તેઓ રાજાવડલા જતાં રહ્યા હતાં અને સારવાર લીધી હતી. વધુ સારવાર માટે હવે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં તબિબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇ મકવાણાએ બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. રમેશભાઇના કહેવા મુજબ બધા મિત્રો હોળી ઠેંકી ગયા હતાં, પણ પોતે ઠેંકવા ગયા ત્‍યારે છલાંગ ટુંકી પડતાં અંદર પડી ગયા હતાં.

(11:06 am IST)