Gujarati News

Gujarati News

News of Wednesday, 29th March 2023

કાલથી ત્રણ દિવસ શ્રી સ્વામિનારાયણ મંદિરે ભકત ચિંતામણી હોમાત્મક યજ્ઞ

રાજકોટ તા. ર૯: શહેરના સ્વામિનારાયણ મંદિર ખાતે તા. ૩૦, ૩૧ માર્ચ અને ૧ એપ્રિલ (ગુરૃ, શુક્ર, શનિ) ના રોજ ભકત ચિંતામણી હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમય સવારે ૭-૩૦ થી ૧૧-૩૦, સાંજે ૩-૩૦ થી ૭-૩૦ સુધીનો રહેશે.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં ''ભકતચિંતામણિ'' ગ્રંથનો ખુબજ મહિમા છે. આ ગ્રંથમાં શ્રીજીમહમારાજની અવતારી લીલાચરિત્ર, શ્રીજીએ આપેલ ભકતોને પરચા અને શ્રીજીના સંતો-હરિભકતોની શુભ નામાવલી (ખુબજ મોટી સંખ્યામાં) લખાયેલ છે. આ ગ્રંથના રચિતા 'સદ્દ વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદસ્વામી'ને થયેલ મોટો 'પરચો' જોઇએ તો પૂ. સ્વામી સાવઅભણ હતા. શ્રીજી તેમને સંતદીક્ષા આપી ત્યારે આજ્ઞા કરી કે આપ ગ્રંથ લેખન કરો ત્યારે સ્વામી કહે મારા કાળા અક્ષર તો કુહાડે માઇરા છે પ્રભુ! અને શ્રીજી એ તેમની ઉપર આશીર્વાદ વરસાવા કે જાવ તમે જે લખશો તે કાવ્ય અને ગ્રંથ બનશે અને ત્યારથી સ્વામી એ વીશ ઉપરાંત ગ્રંથનું લેખન કર્યું. એમાંનો આ એક ગ્રંથ એટલે ''ભકતચિંતામણિ'' ગ્રંથ જે આજે સત્સંગમાં ઘરે ઘરે 'ગવાય' રહ્યો છે.

(4:18 pm IST)