Gujarati News

Gujarati News

News of Wednesday, 29th March 2023

વાળંદ સમાજ અને ક્ષૌરકર્મ ધંધાદાર સમિતિ દ્વારા આજે લીમ્‍બચ ભવાની માતાજીનો હવન : સાંજે મહાપ્રસાદ-દાંડીયારાસ

સવારથી બપોર સુધી વાળંદ સમાજની વાડી ખાતે હવન કાર્ય અને સાંજે રેસકોર્ષ મેદાનમાં રકતદાન કેમ્‍પ - નાતજમણ

રાજકોટ તા. ૨૯ : ક્ષૌરકર્મ ધંધાદાર સમિતિ તથા સમસ્‍ત વાળંદ સમાજ રાજકોટ દ્વારા આજે તા. ૨૯ બુધવારે વાળંદ સમાજની વાડી, ર-લક્ષ્મીનગરમાં લીમ્‍બચ ભવાની માતાજીનો ૩૬ મો હવન મહોત્‍સવ યોજવામાં આવેલ છે. સવારે ૮ વાગ્‍યે યજ્ઞ આરંભ થયેલ અને બપોરે ૧૨ વાગ્‍યે બીડુ હોમાયુ હતુ.

આ અવસરે રેસકોર્ષ મેદાન ખાતે સાંજે ૭ વાગ્‍યાથી બ્‍લડ ડોનેશન કેમ્‍પ અને મહાનુભાવો તથા દાતાઓનો સન્‍માન સમારોહ રાખેલ છે. સમસ્‍ત જ્ઞાતિજનો માટે નાત જમણવાર મહાપ્રસાદની વ્‍યવસ્‍થા પણ રેસકોર્ષ મેદાનમાં કરેલ છે. રાત્રે ૯ વાગ્‍યે દાંડીયા રાસ રાખેલ છે.

વાળંદ સમાજના લોકોએ આ દિવસે ક્ષૌરકર્મ કામ બંધ રાખી માં લીમ્‍બચ ભવાનીના હવનમાં પધારી દર્શન પ્રસાદનો લાભ લેવા ક્ષૌરકર્મ ધંધાદાર સમિતિ રાજકોટ દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.

(3:42 pm IST)