Gujarati News

Gujarati News

News of Wednesday, 29th March 2023

કાલે રાષ્‍ટ્રીયશાળામાં આયુષ્‍યમાન કાર્ડ કેમ્‍પ

સર્જન ફાઉન્‍ડેશન સીનીયર સીટીઝન કલબ, રાવણા રાજપુત સમાજ દ્વારા

રાજકોટતા.૨૮: આયુષ્‍યમાન ભારત કાર્ડ મેળવવા માટે સરકારના નિયમોનુસાર સરકારી કચેરીઓમાંથી કાઢી આપવામાં આવે છે તેમજ શહેરની સામાજિક અને સેવાકીય પ્રવૃતિ ધરાવતી અનેક સંસ્‍થાઓ પણ લોક ઉપયોગી કાર્યો કરવાની સાથે સાથે સમયાંતરે કેમ્‍પ યોજીને લોકોને આયુષ્‍યમાન ભારત કાર્ડ મળે તે માટે કોર્પોરેશનના સમયોગથી તા.ે૯ને બુધવારે સર્જન ફાઉન્‍ડેશન, રાષ્‍ટ્રીયશાળા, સીનીયર સીટીઝન કલબ અને રાવણા રાજપુત યુથ ગુજરાતના સંયુકત ઉપક્રમે સવારે ૧૦થી સાંજના ૫ કલાક સુધી રાષ્‍ટ્રીય શાળના મધ્‍યસ્‍થ હોલ ખાતે સુવ્‍યવસ્‍થિત આયોજન સાથે રાખવામાં આવે છે. આ કેમ્‍પમાં લાભાર્થીઓને કાર્ડ મેળવવા માટે, મામલતદારશ્રીનો આવકનો દાખલો આધારકાર્ડ અને કુપનની ઝેરોક્ષ સાથે ઓરીજીનલ લાવવાના રહેશે તેમ સર્વે આયોજક વતી સુરેશભાઇ પરમારની યાદીમાં જણાવાયુ છે.

આ કેમ્‍પનું ઉદઘાટન મેયર ડો.પ્રદિપભાઇ ડવ કરશે. જયારે મુખ્‍ય મહેમાન તરીકે શહેર ભાજપના પ્રમુખ કમલેશભાઇ મિરાણી, ડેપ્‍યુટી મેયર કંચનબેન સિધ્‍ધપુરા, આરોગ્‍ય સમિતિના ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા સાથે રાષ્‍ટ્રીય શાળાના મેનેજીંગ ટ્રસ્‍ટી જીતુભાઇ ભટ્ટ, લોહાણા સમાજના પ્રમુખ રાજુભાઇ પોબારૂ, પાヘવનાથ કો.ઓપ.બેંકના ચેરમેન પિયુષભાઇ મહેતા, બિલ્‍ડર્સ એસો.ના પ્રમુખ પરેશભાઇ ગજેરા, રાષ્‍ટ્રીય ચામુંડા સેના ભારત, રાવણા રાજપુત યુવા શકિત સંગઠનના પ્રદેશ અધ્‍યક્ષ ભવરસિંહ દેવડા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઇ કોઠારી, નરેન્‍દ્રસિંહ ઠાકુર, કિશોરભાઇ રાઠોડ તેમજ કોર્પોરેટરશ્રીઓ દેવાંગભાઇ માંકડ, નેહલભાઇ શુકલ, વર્ષાબેન પાંધી, જયશ્રીબેન ચાવડા તેમજ અગ્રીઓમાં પ્રતાપભાઇ વોરા, રમેશભાઇ દોમડીયા, અનીલભાઇ લીંબડ, રાજુભાઇ મુંધવા, વાલાજી જેસાજી ચૌહાણ વિ.ઉપસ્‍થિત રહેશે

આયોજનને સફળ બનાવવા સર્જન ફાઉનડેશનના પ્રમુખ અને પ્રદેશ ભાજપ મિડીયા કમિટી મેમ્‍બર્સ સુરેશભાઇ પરમાર, રાવણા રાજપુત સમાજના પ્રદેશ અગ્રણી કાનાભાઇ ચૌહાણના માર્ગદર્શન હેઠળ દેવેન્‍દ્રસિંહ રાણા, એન.ગોહેલ, નયનભાઇ પંચોલી, ગુણવંતભાઇ ભટ્ટ, રહીમભાઇ સાડેકી, કિશોરભાઇ ગઢવી, નંદલાલભાઇ જોષી, ખીલનભાઇ, સન્નીભાઇ, સુનીલભાઇ, કમલેશભાઇ, ચંદ્રેશભાઇ, જયભાઇ, ભાવેશભાઇ હાડા, પાર્થભાઇ ભટ્ટી, પ્રિયાંકભાઇ, હિતેષભાઇ, દેવાંગભાઇ, શૈલેષભાઇ, પ્રતિકભાઇ, આનંદભાઇ મકવાણા સહિત અનેક કાર્યકર ભાઇ-બહેનો જહેમત ઉઠાવી રહેલ છે.

તસ્‍વીરમાં સુરેશ પરમાર, સવણા રાજપુત સમાજના પ્રદેશ અધ્‍યક્ષ કાનાભાઇ ચૌહાણ, સર્જન ફાઉન્‍ડેશનના ઉપાધ્‍યક્ષ ગુણવંત ભટ્ટ(જય સોમનાથ) સીનીયર સીટીઝન કલબના પ્રમુખ દેવેન્‍દ્રસિંહ રાણા, અલ્‍પેશભાઇ ગોહીલ ભાવેશભાઇ હાડા નજરે પડે છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:41 pm IST)