Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

નેપાળના માઉન્ટ એવરેસ્ટનો ૧૨૦ કિ.મી.નો ટ્રેક પૂર્ણ કરતો ચિરાગ પરમાર

માત્ર ૧૦ દિવસમાં ૫૩૮૦ મીટરની ઉંચાઈએ માઈનસ ૧૮ ડીગ્રી એ અત્યંત ખરાબ વાતાવરણમાં ભારતીય ધ્વજ ફરકાવ્યો

રાજકોટ,તા.૨૯: શહેરના ચિરાગ જેસીંગભાઈ પરમારે તાજેતરમાં નેપાળમાં આવેલા દુનિયાના સૌથી ઉંચો પર્વત- માઉન્ટ એવેરેસ્ટના બેઈઝ કેમ્પ સુધીનો ૧૨૦ કિ.મી. લાંબો અને કપરો ટ્રેક પુરો કર્યો ૫૩૮૦ મીટરની ઉંચાઈએ માઈન્સ ૧૮ ડિગ્રીમાં ભારતીય ધ્વજ ફરકાવ્યો હતો.

આ અંગેની વિગતો વર્ણવતા ચિરાગે કહે છે કે આ ટ્રેક પુરો કરતા ઓછામાં ઓછા ૧૮ દિવસ થાય છે. જેમાં ૧૨ જેટલા ગામડાઓમાં કેમ્પીંગ કરતા ધીમે- ધીમે ઉંચાઈ તરફ આગળ વધવાનું હોય છે. પણ ચિરાગે આ લાંબો ટ્રેક માત્ર ૧૦ દિવસમાં પહોંચીને પુરો કર્યો ૧૫ કિ.ગ્રા. લગેઝ (બેકપેક) સાથે અને કોઈપણ જાતના ગાઈડ વગર માઉન્ટેનરીંગ કોર્ષ કરેલા ચિરાગે આ ટ્રેક બરફવર્ષાના ખરાબ વાતાવરણ વચ્ચે માઈન્સ ૧૮ ડિગ્રીમાં ૫૩૮૦ મી. (૧૭૬૦૦ ફીટ) પર આવેલ એવેરસ્ટ બેઈઝ કેમ્પ અને કાલા પથ્થર ૫૬૪૪ મીટર (૧૮૫૧૯ ફીટ) આ બન્ને ટ્રેક પુરા કર્યા હતા. અદ્દભુત સફર પૂર્ણ કરનાર ચિરાગને મો.૭૯૯૦૩ ૧૧૩૯૮ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(4:19 pm IST)