Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

કરોડોની કિંમતની વૃધ્ધ મહિલાની મિલ્કતો ઓળવી જવા અંગે વકીલ અને તેના પુત્ર વિગેરે સામે પો.કમિ.ને ફરિયાદ અરજી

બોગસ ડોકયુમેન્ટો ઉભા કરી અંદાજીત ૫૦ કરોડની મિલ્કતો ઓળવી ગયાનો આક્ષેપ

રાજકોટ તા.૨૯: રાજકોટ તથા આસપાસના ગામ મવડી, વાવડી, પરાપીપળીયા વિગેરેની ખેતી/બીનખેતી મિલકત જમીન માલીક પ્રતાપરાય હરીશંકર રાજયગુરૂની મિલકત તકરાર સબંધે રોકાયેલ વકીલશ્રી હરીસિંહ વાધેલાએ તેના સગીર પુત્ર ઝલકીતસિંહ વાઘેલાના નામે સને-૧૯૯૭ના વેચાણ કરાર રૂપિયા અગીયાર લાખમાં તમામ મિલકત અસીલની જાણ બહાર વકીલ તરીકે કોર્ટ કાર્યવાહીના બચાવ કરવાના બહાને લખાવી લઇ મિલ્કત વિરોધી ગુન્હા અંગે ગુજ.જમીન માલીકના પત્નીએ પોલીસ કમિશનરને ફરીયાદ કરેલ છે.

રાજકોટ ખાતે રહેતા જમીન માલીક પ્રતાપરાય હરીશંકર રાજયગુરૂ સામે તેમના કુટુંબીજનોએ રાજકોટ ખાતે મિલકત સબંધે કરેલ તકરાર અંગે રાજકોટ ખાતેની અદાલતમાં ચાલતા કેસના કામે આજથી અઢી વર્ષ પહેલા રોકેલ વકીલશ્રી હરીસિંહ વિનુભા વાઘેલાએ પ્રતાપરાય રાજયગુરૂ વતી જુદા જુદા કેસમાં બચાવ કરવા અસીલ વતી વકીલ તરીકે કાર્યવાહી કરવાના બહાને જમીન માલીકની જાણ અને સંમતી વીના રાજકોટ શહેર અને આસપાસ ગામ વાવડી, મવડી, પરાપીપળીયાની જુદી જુદી મિલકત અંગે વેચાણ કરાર સને-૧૯૯૭માં વકીલના સગીર પુત્ર ઝલકીતસિંહ વાઘેલાના નામે કરાવી મિલકત વિરોધી ગુન્હા અંગે ગુજરનાર અસીલના પ્રતાપરાયના પત્ની જયશ્રીબેને રાજકોટ પોલીસ કમિશનરને કરેલ ફરીયાદમાં અંદાજીત ૫૦ કરોડની મિલ્કતો ઓળવી ગયાનો આક્ષેપ કરેલ છે.

આ કામની ટુંક હકીકત એવી છે કે જમીન માલીક પ્રતાપરાય હરીશંકર રાજયગુરૂની વાવડી, મવડી પરાપીપળીયા વિગેરે સહિતની મિલકત અંગે વેચાણ કરાર વકીલે અસીલની જાણ બહાર કરેલ છે તેવો ફરિયાદ અરજીમાં આક્ષેપ કરેલ છે.

ઉપરોકત તમામ મિલ્કતો આરોપી નં. ૧ હરિસિંહ વાઘેલાએ  ફરિયાદીના પતિ પ્રતાપરાય રાજગુરૂએ મિલ્કત સંબંધે ચાલતી તકરારના કામે બચાવ અંગે વકીલ તરીકે રોકેલ તે હકીકતનો ગેરલાભ ઉઠાવી અમો ફરિયાદી તથા ફરિયાદીના પતિ ગુજ. પ્રતાપરાયની તેમની હૈયાતીમાં જાણ બહાર મિલ્કત સંબંધે બચાવની કામગીરી કરવાના બહાને ખોટા દસ્તાવેજો તમામ મિલકત પચાવી પાડવાના મલીન ઇરાદે ખોટા વેચાણ કરાર કહેવાતા મિલ્કત ખરીદી સંબંધેના કુલ રૂપિયા અગિયાર લાખ ચુકતે અવેજ આપેલ હોવાના ઉભા કરી કરાવી તેવા લખાણમાં ગુજ. પતિની બોગસ સહીઓ કરી કરાવી પતિ પ્રતાપરાયના અવસાન બાદ નોટરી રૂબરૂ ખોટા દસ્તાવેજને ખરા તરીકે વકીલશ્રીએ પુત્ર ઝલકીતસિંહ વાઘેલા જોગ કહેવાતા વેચાણ કરારની કબુલાત ખોટી રીતે લઇ ગુજ. પતિ પ્રતાપરાય હરિશંકરની તમામ મિલ્કતો અંગે અમો ફરિયાદી તથા હરિસિંહ મનુભા વાઘેલાએ વહીવટ, વ્યવસ્થા કરવાનાભાગ રૂપે પાવર ઓફ એટર્ની ગુજ.પતિ પ્રતાપરાય હરિશંકરની હૈયાતીમાં નોટરી રૂબરૂ ગત તા. ૧૦-૦૨-૧૭ના લીધેલ છે અને ઉપરોકત મિલ્કત પૈકી વાવડીના રે.સ.નં. ૫ પૈકી ૩ની જમીન હે.આરે. ચો.મી. ૧-૨૩-૯૩ અંગે અમો ફરિયાદીએ પ્રતાપરાય હરિશંકર રાજ્યગુરૂના કુલમુખત્યાર દરજજે આરોપી નં. ૧ના કહેવાથી ઝલકીત વાઘેલા તથા લક્ષ્મણભાઇ જીવરાજભાઇ તળાવીયા જોગ રજી. સાટાખત તા. ૦૮-૦૧-૧૮ના કરેલ છે જેમાં કુલ વેચાણ

કિંમત રૂ.૩,૫૧,૦૦૦ દર્શાવેલ છે અને તે તમામ રકમ જમીન સબંધે ચુકવેલ છે, મિલકતની તકરાર ચાલતી હોય કબજા મળ્યે રજીસ્ટર  દસ્તાવેજ કરવાનો તેવી શરતે રજીસ્ટર સાટાખત ચાલતી કોર્ટ કાર્યવાહીએ કરેલ છે જે અંગેની જાણ થોડા સમય પહેલા થતા ઉપરોકત મિલકત વિરોધી ગુન્હા અંગે પોલીસ કમિશનરને જવાબદારો સામે ફરીયાદ રજીસ્ટરે લઇ કાર્યવાહી કરવા ફરીયાદ કરેલ છે.

આ ફરીયાદના કામે ફરીયાદી જયશ્રીબેન પ્રતાપરાય રાજયગુરૂ વતી રાજકોટના એડવોકેટ એલ.વી.લખતરીયા રોકાયેલ છે.

(4:11 pm IST)