Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

રેસકોર્ષ માં યોજાયેલ રાજય કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધામાં સ્પાર્કસ અને હુપ્પર્સ ચેમ્પિયન

રાજકોટ, અમદાવાદ, જામનગર સહિતની ૧૨ ટીમોએ ભાગ લીધો હતોઃ ગર્લ્સમાં નિર્મલા કોન્વેન્ટ અને બોયઝમાં સેન્ટ મેરીઝ રનર્સ અપઃ વિજેતા અને શ્રેષ્ઠ ખેલાડીઓને આર્કષક ઇનામો અપાયાઃ માર્ચ મેડનેસ બાસ્કેટ બોલ લીગ દ્વારા આયોજન

રાજકોટ, તા.,૨૯: માર્ચ મેડનેસ બાસ્કેટબોલ લીગ દ્વારા યોજાયેેલ  રાજયકક્ષાની બાસ્કેટ બોલ સ્પર્ધા ગર્લ્સ ગૃપમાં સ્પાર્કસ અને બોયઝ ગૃપમાં અમદાવાદની હુપ્પર્સ ટીમ વિજેતા થઇ છે.

શહેરના રેસકોર્ષ સંકુલમાં એથેલેટીકસ ગ્રાઉન્ડની બાજુમાં આવેલ મ્યુ.કોર્પોરેશન સંચાલિત બાસ્કેટ બોલ કોર્ટમાં રાજયકક્ષાની બાસ્કેટ બોલ સ્પર્ધામાં   સ્પાર્કસ, નિર્મલા, કેવીકેકવી, વેરીયર્સ, એમવીએમ, કોર્ટ રૂલ્સ, સરપ્રાઇઝ, સેન્ટ મેરીઝ, હોપર્સ, ડાન્સીંગ કીડસ,  એસએફએકસએસસી સહિતની અમદાવાદ, જામનગર, રાજકોટની કુલ ૧ર ટીમોએ ભાગ લીધો છે. આ સ્પર્ધામાં કુલ ત્રણ ગૃપ કરવામાં આવ્યા છે. ગર્લ્સનાં  એક ગૃપમાં ૪-૪ ટીમ અને બોયઝના ૪ ટીમનું એક ગૃપ બનાવામાં આવ્યુ હતુ. 

ગત રવિવારે ગર્લ્સ ગૃપમાં સ્પાર્કસ અને નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ વચ્ચે  ફાઇનલ મેચનાં રોંમાચક મુકાબલો સ્પાર્કસની  અને નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ વચ્ચે યોજાયો હતો. આ મેચમાં સ્પાર્કસની ટીમ વિજેત બની હતી. જયારે બોયઝ ગૃપનાં ફાઇનલ મેચનાં રોંમાચક મુકાબલો સેન્ટ મેરીઝ સ્કૂલ અને હુપ્પર્સ(અમદાવાદા) વચ્ચેનાં મેચમાં હુપ્પર્સ ટીમ વિજેતા બની હતી.

આ ટુર્નામેન્ટમાં રીચા કારીઆ, જિજો જોન્સનને ૩ પોઇન્ટર વિનર તથા હિમાની કામલીયા, નિષિત ભટ્ટને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર તેમજ પલ કોઠારી અને વેંદાત ભટ્ટને અપ કમિંગ પ્લેયર બન્યા હતા. આ સ્પર્ધાના વિજેતા ટીમો અને ખેલાડીઓને વીએનએસ પરફયુમ્સ, કોરોના હોરોલોજિકલ્સ પા.લી. દ્વારા આકર્ષક ઇનામો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત  દ્વારકા ટુરીઝમ્સ, મોદીતા ઇવેન્ટસ દ્વારા આકર્ષક વાઉચર આપવામાં આવ્યા હતા.

આ સ્પર્ધાની વિેજેતા ટીમ અને શ્રેષ્ઠ ખેલાડીઓને ઇનામો શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ અને મ્યુ.કોર્પોરેશનનાં શાસક પક્ષનાં દંડક અજય પરમારનાં હસ્તે આપવામાં આવ્યા હતા.આ ઉપરાંત ટુર્નામેન્ટમાં ટેરેન્સ ફર્નનાન્ડીસ, દિવ્યરાજસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ મેચમાં રેફરી તરીકે ગૌરવ મકવાણા, અબ્બાસભાઇ, જયદીપ કુકડીયા, નિખિલ ધામેચા, યોગેશ અવલાની, ગૌરવ માટા, આનંદ પટેલ જયોત સહીતનાએ સેવા આપી હતી.

આ આયોજનને સફળ બનાવવા હિમાની,  કામલીયા, હેલી દોશી, હેની કામાણી, હેમ ભટ્ટ, હરદિપસિંહ રાણા, જયદીપસિંહ જાડેજા તથા શિવદતસિંહ જાડેજા સહીતના ખેલાડીઓએ જહેમત ઉઠાવી છે.   આ ટુર્નામેન્ટમાં મીડીયા પાર્ટનર તરીકે અકિલા  અને આ સ્પર્ધામાં જય ઇન્ટર નેશનલ સ્કુલ, ઉમીયા અને આઇ પોસ્ટનો સહયોગ રહયો હતો.

(4:03 pm IST)