Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

શહેરના રાજમાર્ગો પર વાહન પાર્કીંગના ચાર્જ સામે કોંગ્રેસનો વિરોધઃ આંદોલનની ચીમકી

પે એન્ડ પાર્કીંગ, વ્યવસાય વેરો, વાહન સેસ બાદ પાર્કીંગ પાલીસના નામે શહેરીજનોને લૂંટવાની સાજીશઃ અતુલ રાજાણીનો આક્ષેપ

રાજકોટ,તા.૨૯: શહેર દિન-પ્રતિદિન વિકસી રહ્યું છે. ટ્રાફીક સમસ્યા વિકરાળ બની છે. શહેરએ મેગાસીટીની હરણફાળ તરફ આગળ વધી રહ્યું છે.મલ્ટીલેવલ પાર્કીંગની વાતો હવામાં રહી અને આ ક્ષેત્રે ૧ ઇંટ ન મુકી શકનારી મહાપાલિકા શહેરમાં ૪૭ સ્થળોએ પે એન્ડ પાર્કીંગના નામે ઉઘાડી લુંટ ચલાવી રહ્યાનો આક્ષેપ મ્યુ.કોર્પોરેશન વિપક્ષનાં દંડક અતુલ રાજાણીએ કર્યો હતો.

આ અંગે અતુલ રાજાણીએ જણાવ્યું કે, આપણી પોલીસમાં ૬ વ્યકિત વાંધા રજુ કર્યા છે. આ પાર્કીંગ પોલીસી સામે કોંગ્રેસ દ્વારા સખ્ત વિરોધ છે. કારણે કે મનપા ટુ વ્હીલર્સ પાસે ૭૯૦૦ અને ફોર વ્હીલ માટે વાર્ષિક ૧૮૨૫૦ વસુવા થનગની રહી છે. જે સ્કુટરની કિંમત કરતા વધારે ચાર્જ છે.

વધુમાં રાજાણીએ જણાવ્યું હતું કે, હાલ મનપાએ વ્યવસાય વેરામાં ૨૦૧૭-૧૮માં ૧૮,૬૫,૪૯,૮૨૪ ૨૦૧૮-૧૯માં ૨૦,૩૯,૦૬,૫૩૯ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ૨૮,૨૬,૦૨,૨૬૯ વાહન સેસમાં ૨૦૧૭-૧૮માં ૯,૮૭,૧૩,૫૫૮ ૨૦૧૮-૧૯માં ૧૫,૭૮,૯૪,૭૫૧ અને ચાલુ નાણાંકીય વર્ષમાં ૧૨,૬૯,૮૮,૧૪૨ જયારે પેક પે એન્ડ પાર્કીંગામં મનપાએ ૨૦૧૬-૧૭માં ૧૩.૬૨ લાખ, ૨૦૧૭-૧૮માં ૧૫.૧૪ લાખ, ૨૦૧૮-૧૯માં ૧૨.૨૧ લાખ ચાલુ નાણાકીય વર્ષમાં ૩૧/૧૨/૧૯ સુધીમાં ૭.૫૧ લાખ કટકટાવ્યા છે.  વેબસાઇટ પર વાંધા અરજી અંગે પ્રજાને જાણ કરતા ૯૫ ટકાને આ અંગે નથી ખબર ખુદ કોર્પોરેટરો -અધિકારીઓ પણ અજાણ છે. તેમ અંતમાં અતુલ રાજાણીએ યાદીમાં જણાવ્યું હતું.

(3:51 pm IST)