Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

વધુ ૩ મહિના હાલનું કોંગી શાસન યથાવત

જિલ્લા પંચાયત પ્રમુખ સામેની અવિશ્વાસ દરખાસ્તમાં ૩૦ મેની મુદત જિલ્લા પંચયાત

રાજકોટ તા. ર૯ : જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ સામેગયા ઓકટોબરમાં ભાજપ અને બાગીઓએ અવિશ્વાસ દરખાસ્ત મુકયા બાદ મામલો હાઇકોર્ટમાં પહોંચેલ. હાઇકોર્ટે સામાન્ય સભા બોલાવવા સામે સ્ટે. આપેલગઇ તા.ર૭મી ફેબ્રુઆરીએ સુનાવણીની મુદત હતી હવે આ પ્રકરણમાં ૩૦ મેની મુદત પડયાનું જાણવા મળે છે ત્યાર પછી ૬ મહિનામાં જીલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી આવી રહી છે. અવિશ્વાસ દરખાસ્ત વખતની અને અત્યારની રાજકીય પરિસ્થિતિમાં ફેર છે. પ્રમુખ-ઉપપ્રમુખને હટાવવા જે તે વખતે ઝનૂનથી મેદાને પડેલા રાજકારણીઓ અત્યારે ટાઢાબોળ થઇ ગયા છે.

(3:48 pm IST)