Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને મોર્ડન પધ્ધતિએ આંગળીના ટેરવે મળશે શિક્ષણ

મ્યુ. કોર્પોરેશનની સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલમાં ૬ સ્માર્ટ કલાસનો પ્રારંભઃ અંજલીબેન રૂપાણી, બીનાબેન આચાર્ય,ધનસુખભાઇ ભંડેરી તથા નીતીનભાઇ ભારદ્વાજની ઉપસ્થિતિ

રાજકોટ,તા.૨૯:  મહાનગરપાલિકા સંચાલિત સરોજીની નાયડુ હાઈસ્કુલ, અંબાજી કડવા પ્લોટમાં ગુજરાત ગેસ લિ.ના સહયોગથી બનાવવામાં આવેલ 'સ્માર્ટ કલાસ'નો આજે શુભારંભ રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રી અંજલીબેન રૂપાણીના હસ્તે કરવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેલ.

રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીએ શ્રી સરોજીની નાયડુ હાઈસ્કુલના છ કલાસમાં મુકવામાં આવેલ અત્યાધુનિક સ્માર્ટ બોર્ડ બદલ રાજકોટ મહાનગરપાલિકા તથા ગુજરાત ગેસને અભિનંદન પાઠવતા પોતાના વકતવ્યમાં એમ કહ્યું હતું કે, આ સ્માર્ટ કલાસ જોતા એવું લાગે છે કે આપણે તો જાણે કે ભણ્યા જ નથી. આ સ્માર્ટ કલાસ ખરેખર મહિલા સશકિતકરણ દિશામાં આ એક મોટું પગલું ગણી શકાય. આ એક આવકારદાયક અને સ્તુતીય પગલું છે. માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ ટેકનોલોજીનો પુરતો ઉપયોગ કરે છે. તેઓ પોતાની ઓફીસમાં મુકવામાં આવેલ મોર્ડન ટેકનોલોજી આધારિત ડેસબોર્ડની સિસ્ટમથી રાજયના દરેક વિભાગો પર નજર રાખી રહ્યા છે. મહિલા દિન પૂર્વે શ્રી સરોજીની નાયડુ હાઈસ્કુલને જે ૬ સ્માર્ટ કલાસની ભેટ મળી છે તે ખુબ જ આનંદદાયક છે.આ તકે આ સ્કુલ તથા તમામ છાત્રાઓ આગળ વધી અને પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવેલ છે.

આ પ્રંસગે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવેલ કે મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ૨ લાખ કરોડ કરતા પણ વધુ બજેટ ફાળવેલ છે. રૂ.૩૧,૦૦૦ કરોડ માત્ર શિક્ષણ માટે બજેટમાં જોગવાઈ કરેલ છે. હાલ શિક્ષણ પર વધુ ભાર આ અમુલ પરિવર્તન પર મુકવામાં આવેલ છે.વધારેમાં વધારે નવા સ્કુલ, કલાસરૂમ અને નવી શાળાઓને મંજૂરી અપાશે. હવે રાજયના વિવિધ ગામોમાં પણ સ્માર્ટ કલાસ બનાવવા આગળ ધપી રહી છે.

આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્યએ જણાવેલ કે, આ સ્કુલમાં ૬ કલાસમાં સ્માર્ટ બોર્ડ પ્રાપ્ત થતા વિદ્યાર્થીનીઓને મોર્ડન પધ્ધતિએ આંગળીના ટેરવે વિશ્વભરનું શિક્ષણ ઉપલબ્ધ થશે તેમજ માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત રાજય શિક્ષણ ક્ષેત્રે પણ આધુનિક બની ખુબ ઝડપથી આગળ ધપી રહ્યું છે. આ પ્રકારના સ્માર્ટ કલાસ રાજયમાં પણ હવે બનશે. આ માટે મુખ્યમંત્રીશ્રી ખુબ જ સક્રિય છે. તેમજ આ સ્માર્ટ કલાસમાં ડીજીટલ અભ્યાસ, પ્રેકટીકલ થીયરી બંને સાથે અભ્યાસ કોઈપણ વિષયને વધુ સારી રીતે અભ્યાસ કરી શકશે. આ અગાઉ થોડા સમય પૂર્વે જ રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની વિવિધ પ્રાથમિક સ્કુલોમાં પણ સ્માર્ટ કલાસ બન્યા છે. આ પ્રકારે સ્માર્ટ સિટી રાજકોટ સ્માર્ટ શિક્ષણના સહારે આધુનિકરણ તરફ કુચ કરી રહ્યું છે. વિજ્ઞાનનું અસરકારક શિક્ષણ, મોબાઇલ કનેકટ કરી વાયરલેસ પ્રેઝન્ટેશનની સુવિધા દરેક સ્માર્ટ કલાસમાં રહેશે. 

આ પ્રસંગે સ્વાગત પ્રવચન ડેપ્યુટી કમિશનર આર.એ. સિંઘએ કરેલ તથા પુસ્તક તથા ખાદીના રૂમાલથી સ્વાગત માધ્યમિક શિક્ષણ અને આનુસાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન અંજનાબેન મોરજરીયા તથા કોર્પોરેટર દુર્ગાબા જાડેજાએ કરેલ. કાર્યક્રમનું સંચાનલ દિપ્તીબેન અગરિયાએ કરેલ. કાર્યક્રમની આભારવિધિ માધ્યમિક શિક્ષણ અને આનુસાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન અંજનાબેન મોરજરીયાએ કરેલ તેમ મ્યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયું છે.

આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત મ્યુનિ. ફાઈ. બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, માધ્યમિક શિક્ષણ અને આનુસાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન અંજનાબેન મોરજરીયા, શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, બાંધકામ સમિતિ મનીષભાઈ રાડીયા, એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિ ચેરમેન પ્રીતિબેન પનારા, હાઉસીંગ સમિતિ ચેરમેન જયાબેન ડાંગર, પ્લાનિંગ સમિતિ ચેરમેન અનીતાબેન ગૌસ્વામી,  કોર્પોરેટર ડાઙ્ખ. દર્શિતાબેન શાહ, મીનાબેન પારેખ, હીરલબેન મહેતા, દેવુબેન જાદવ, દુર્ગાબા જાડેજા, શિક્ષણ સમિતિના સદસ્ય મુકેશભાઈ મહેતા તથા કિરણબેન માંકડિયા, પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગર, શામજીભાઈ ચાવડા, વીર સાવરકર સ્કુલના આચાર્ય હિતેશભાઈ ચાવડા, એકનાથ રાનડે સ્કુલના આચાર્ય આશિષભાઈ પાઠક, શેઠ હાઈસ્કુલના આચાર્ય તુષારભાઈ પંડ્યા, મુરલીધર વિદ્યાલયના આચાર્ય હંસાબેન આહ્યા વિગેરે ઉપસ્થિત રહેલ.

સ્માર્ટ કલાસની વિશેષતા

* દરેક કલાસરૂમ માં ૭૫ ઇંચનું સ્માર્ટ ટીવી.

* દરેક સ્માર્ટ ટીવીમાં ઇન્ટીગ્રેટેડ પર્સનલ કોમ્પ્યુટર.

* દરેક કલાસરૂમ છે ઇન્ટરનેટ સુવિધાથી સજજ.

* દરેક કલાસરૂમમાં છે વાઇ-ફાઇ એકસેસ પોઇન્ટ.

* ઇન્ટરનેટ કનેકશન ફાયરવોલની સુરક્ષા સાથે.

* કોલર માઇક્રોફોન સ્પીકર સાથે સજજ.

* દરેક કલાસરૂમ ડોકયુમેન્ટ કેમેરા.

* ૮ એમબીપીએસ હાઇસ્પીડનું ઇન્ટરનેટ કનેકશન.

* દરેક કલાસરૂમમાં ડીજીટલ ટચ સ્ક્રીન સ્માર્ટ બોર્ડ,

* દરેક કલાસરૂમમાં ડોકયુમેન્ટ કેમેરા વડે સ્કેનીંગની સુવિધા.

* લેટેસ્ટ એજયુકેશનલ સોફ્ટવેરની સુવિધા સાથે એજયુકેશનલ વિડીયો. વિડીયોના માધ્યમથી ગણિત અને વિજ્ઞાનનું અસરકારક શિક્ષણ.

 *  મોબાઇલ કનેકટ કરી વાયરલેસ પ્રેઝન્ટેશનની સુવિધાથીસજજ દરેક સ્માર્ટ કલાસરૂમ.

(3:44 pm IST)