Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ગાંધીગ્રામમાં પાઇપલાઇનમાં ભંગાણઃ વોર્ડ નં.૧ના વિસ્તારોમાં ૨ થી ૩ કલાક મોડુ પાણી : દેકારો

૩૦૦ એમ.એમની પાણી વિતરણની લાઇન તકનીકીની ખામીને કારણે તુટીઃ જીવંતીકા નગર, ગોવિંદ નગર સહિતનાં વિસ્તારોમાં અસર

પાણીની રેલમ છેલઃ શહેરનાં  વોર્ડ નં.૧નાં ગાંધીગ્રામમાં લાખનાં બંગલા વિસ્તારમાં  આજે સવારે ૮ વાગ્યા આસપાસ પાણી વિતરણની ૩૦૦ એમ.એમની લાઇન તકનીકી ખામીને કારણે  પાણી વિતરણની લાઇનમાં ભંગાણ થતા પાણીની રેલમ છેલ જોવા મળી હતી. આ લાઇનનું તંત્ર દ્વારા યુધ્ધનાં ધોરણે રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યુ હતુ. તે વખતની તસ્વીર(તસ્વીર- અશોક બગથરીયા)

રાજકોટ, તા., ૨૯: શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી એક પછી એક પાણીની પાઇપ લાઇન તુટવાનો સીલસીલો ચાલુ છે. આજે પણ ગાંધીગ્રામ વિસ્તારમાં  પાણીની પાઇપ લાઇન તુટતા વોર્ડ નં.૧નાં કેટલાક વિસ્તારોમાં પાણી વિતરણ ૨ થી ૩  કલાક મોડુ વિતરણ થતા દેકારો બોલી ગયો હતો.

આ અંગે સત્તાવાર પ્રાપ્ ત વિગતો મુજબ શહેરનાં  વોર્ડ નં.૧માં ગાંધીગ્રામમાં લાખનાં બંગલા વિસ્તારમાં વિસ્તારમાં  આજે સવારે ૮ વાગ્યા આસપાસ પાણી વિતરણની ૩૦૦ એમ.એમની લાઇન તકનીકી ખામીને કારણે  પાણી વિતરણની લાઇનમાં ભંગાણ થયુ હતુ. આ પાણીની લાઇન તુટતા રસ્તાઓ પર પાણી ની રેલમછેલ થઇ હતી.

આ પાઇપલાઇન તુટતા તંત્ર દ્વારા વિસ્તારમાં પાણી વિતરણ બંધ કરવામાં આવ્યુ હતુ અને યુધ્ધનાં ધોરણે રીપેરીંગ  શરૂ કરવામાં આવ્યુ હતુ. જેના કારણે વોર્ડ નં.૧નાં જીવંતીકાનગર, ગોવિંદનગર, ગાંધીગ્રામ-,૨ સહિતનાં કેટલાક વિસ્તારોમાં ૨ થી ૩ કલાક મોડુ પાણી વિતરણ થતા દેકારો બોલી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં થોડા દિવસ પહેલા વોર્ડ નં.૩નાં  રેલનગરમાં ડ્રેનેજની  લાઇન તુટવા પામી હતી . તેના બીજા દિવસેજ વોર્ડ નં.૧૮ તથા ૨માં પાણીની લાઇનમાં તકનીકી ખામીને કારણે ભંગાણ સર્જાયુ હતુ. આમ  પંદર દીવસનાં અંંતરમાં  પાઇપલાઇનમાં ભંગાણ થવાની આ સાતમી ઘટના ઘટી છે.

(3:43 pm IST)