Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ટેની કોએટ ઝોન ચેમ્પીયનશીપમાં ગુજરાતની ભાઇઓની ટીમનો સુંદર દેખાવ

રાજકોટ : ગુજરાત ટેની કોએટ એસોસીએશન દ્વારા એસ.જી.વી.પી. ઇન્ટરનેશનલ ગ્રાઉન્ડ રીબડા ખાતે ૨૦ મી વેસ્ટ ઝોન ચેમ્પીયનશીપનું આયોજન થયુ છે. જેના ઉદ્દઘાટન મેચમાં ગુજરાતની ભાઇઓની ટીમે સુંદર દેખાવ કરી રાજસ્થાનને ૨૧-૦૬ થી હરાવી હતી. કુલ ૬ રાજયો ભાગ લઇ રહ્યા છે. ઉદ્દઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે સુપર ૩૦ ટોકસના સ્થાપક ડો. હિરેન ઘેલાણી, ગુજરાત ટેની કોઇટ એસો.ના ચેરમેન શકિતસિંહ જાડેજા, બોલબાલાના જયેશ ઉપાધ્યાય, ટેની કોઇટ ફેડરેશન ઓફ ઇન્ડીયાના રેફરી બોર્ડના ચેરમેન અનિલ વરપે, ગુજરાત ટેની કોએટ એસોસીએશનના મંત્રી ડો. જવેલ વસરાએ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. ગુજરાત ટેની કોએટ એસો.ના પ્રમુખ ડો. ટી. એસ. બિસ્ટએ ખેલાડીઓને શુભેચ્છા પાઠવેલ. સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા મેહુલ કોડીયા, કમલેશ પરમાર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:35 pm IST)