Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ત્રિવેદી પરિવાર દ્વારા 'અથ શ્રી મહાભારત કથા'નું આયોજન : ફિલ્મ માર્શલવાડીમાં કાલથી પ્રારંભ

વ્યાસાસને ડો. મહાદેવપ્રસાદ ત્રિવેદી બિરાજી પુરાતન સંસ્કૃતિ અને પરંપરાની ઓળખ કરાવશે

રાજકોટ તા. ૨૯ : લોકોને પુરાતન સંસ્કૃતિ અને પરંપરાની ઓળખ થાય તેવા આશયથી ત્રિવેદી પરિવારે રાજકોટના આંગણે 'અથ શ્રી મહાભારત કથા'નું આયોજન કરેલ છે.

'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ત્રિવેદી પરિવારજનોએ જણાવેલ કે આવુ આયોજન કદાચ રાજકોટમાં પ્રથમવાર જ થઇ રહયુ છે. કથા તો ઘણી થતી હોય છે. પરંતુ આ મહાભારતની કથાની વાત છે. ઇશ્વરલાલ મુળજીભાઇ ત્રિવેદી ગાયત્રી મંત્રના ૨૪ લાખ મંત્રજાપ અનુષ્ઠારૂપ સુદીર્ઘ તપ પૂર્ણ કરતા તેના સમાપનની ઉજવણી અર્થે આ કથા યોજવામાં આવી છે.

ફિલ્મ માર્શલવાડી, લક્ષ્મીનગર મેઇન રોડ ખાતે તા. ૧ થી ૯ સુધી યોજાયેલ આ કથાના વ્યાસાસને ઉમરેઠીવાળા ડો. મહાદેવપ્રસાદ મહેતા બિરાજી દરરોજ બપોરે ૨.૩૦ થી ૭.૩૦ સુધી કથામૃતનું સંગીતમય શૈલીમાં શ્રવણ પાન કરાવશે.

શાસ્ત્રી દિલીપભાઇ, શાસ્ત્રી ઉપેન્દ્રભાઇ, શાસ્ત્રી કમલેશભાઇના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આ કથાના આયોજનને સફળ બનાવવા બ્રહ્મસમાજ કર્મકાંડ ક્ષેત્ર અને કથા ક્ષેત્રમાં રહેલા ભુદેવો તથા ગુરૂભાઇઓનો સહયોગ મળી રહ્યો છે. ઉપરાંત પશુપતીનાથ મહાદેવ મંદિરના ભકતજનો, નવલનગરના નગરજનો, વિજયભાઇ વાંક તેમજ વાંક પરિવારનો પણ સહયોગ મળેલ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા શાસ્ત્રી કમલેશભાઇ ત્રિવેદી (મો.૯૮૨૫૫ ૭૪૯૨૮) અને વિપુલભાઇ પંડયા નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

(3:32 pm IST)