Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

મયુરનગરમાં ડીપ્લોમાં એન્જીનીયરીંગનો છાત્ર નયન ચૌહાણ દારૂના જથ્થા સાથે ઝડપાયો

થોરાળા પોલીસે ઓરડીમાંથી ૧૨ બોટલ કબજે કરી ત્યારે નયન હાજર નહોતોઃ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી ઘર પાસેથી નયનને ૩૬ બોટલ સાથે દબોચ્યો

રાજકોટ તા. ૨૯: થોરાળામાં રાજમોતી મીલ પાસે મયુરનગર મફતીયાપરામાં થોરાળા પોલીસે દરોડો પાડી ઓરડીમાંથી દારૂની ૧૨ બોટલ કબ્જે કરી ત્યારબાદ ક્રાઇમબ્રાંચે એજ સ્થળે દરોડો પાડી દારૂની ૩૬ બોટલ સાથે કોળી કોલેજીયન છાત્રને ઝડપી લીધો હતો.

મળતી વિગત કુજબ શહેર પોલીસ કમિશનર  મનોજ અગ્રવાલની સુચનાથી  થોરાળા પોલીસ મથકના પીઆઇ.જી.એમ.કડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.ડી.જાદવ , હેડ કોન્સ. ભુપતભાઇ , આનંદભાઇ , કનુભાઇ , નરસંગભાઇ તથા સહદેવસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે નરસંગભાઇ અને સહદેવસિંહને મળેલી બાતમીના આધારે થોરાળામાં રાજમોતી મીલ પાસે મયુરનગર મફતીયાપરામાં દરોડા પાડી ખતુબેનની બંધ ઓરડીમાંથી રૂ. ૪૮૦૦ની કિંમતી દારૂની ૧૨ બોટલ મળી આવતા પોલીસે નયન વિનુભાઇ ચૌહાણની શોધખોળ આદરી હતી. દરમ્યાન ક્રાઇમબ્રાંચના પીએસઆઇ યુ.બી.જોગરાણા, એએસઆઇ ચેતનભાઇ ચાવડા , સંતોષભાઇ મોરી , કરણભાઇ મારૂ, અભિજીતસિંહ તથા ઈન્દુભા સહિતે બાતમીના આધારે મયુરનગર શેરી નં. ૧માં ભરૂચી માં ચોક પાસે દરોડા પાડી દારૂની  ૩૬ બોટલ સાથે નયન વિનોદભાઇ ચૌહાણ (ઉ.વ.૨૦) (રહે. રાજમોતી મીલ મયુરનગર શેરી નં.૧)ને પકડી લીધો હતો. પકડાયેલો નયન ચૌહાણ આત્મીય કોલેજમાં ડિપ્લોમાં એન્જીનીયરીંગનો અભ્યાસ કરે છે. તે અગાઉ થોરાળા પોલીસ મથકમાં પકડાયેલ દારૂના ગુનામાં પણ ફરાર હતો.

બીયરના ૪૮ ટીન સાથે  ઉદય  પકડાયો

ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ. પી.બી. જેબલીયા, હેડ કોન્સ વિક્રમભાઇ, રણજીતસિંહ, સાગરભાઇ, ભાવેશ મકવાણા,  દિવ્યરાજસિંહ, વાલજીભાઇ , રવીરાજભાઇ, મેહુલભાઇ, હિતેષભાઇ, રાજેશભાઇ તથા હોમગાર્ડ શબ્બીરભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. સાગરભાઇ વાળાને મળેલી બાતમીના આધારે ગીતાનગર મેઇન રોડ થી જીજે.૩એલજે.૧૭૧૩માંથી દારૂની ૪૮ બોટલ સાથે ઉદય વિજયભાઇ રાયચુરા (ઉ.વ.૨૫)ને પકડી લીધો હતો.

(3:31 pm IST)