Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

કોટડા સાંગાણીમાં પોણાસો વર્ષના સવિતાબેન સોલંકી પર ઇંટના ઘા

પ્રકાશ, રણજીત, શાંતુને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયા

રાજકોટ તા. ૨૯: કોટડા સાંગાણીમાં રહેતાં સવિતાબેન મુળજીભાઇ સોલંકી (દેવીપૂજક) (ઉ.વ.૭૫) નામના વૃધ્ધાને તેના જ સગા પ્રકાશ, રણજીત અને શાંતુએ ગાળો દઇ ઇંટોના ઘા કરી માથામાં ઇજા કરતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે.

હોસ્પિટલ ચોકીના રામસિંહભાઇ વરૂએ કોટડા પોલીસને જાણ કરી હતી. સવિતાબેનના કહેવા મુજબ પકો સહિતના દારૂ પી ગાળો બોલતાં હોઇ દૂર જવાનું કહેતાં હુમલો કર્યો હતો.

(1:05 pm IST)