Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

મ્યુ. કોર્પોરેશનને બેસ્ટ સ્માર્ટ વેસ્ટ મેનેજમેન્ટ એવોર્ડ

ઇન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડઝ દ્વારા સ્માર્ટસીટી લિ.ના ડીસેન્ટ્રલાઇઝડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ પ્રોજેકટ અંતર્ગત રાજકોટની પસંદગીઃ સેનિટેશન સમિતિ ચેરમેન અશ્વિન ભોરણીયા તથા નાયબ પર્યાવરણ અધિકારી ડી.યુ.તુવરે એવોર્ડ સ્વીકાર્યો

 

રાજકોટ,તા.૨૯: ઇન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડઝ આયોજીત 'બેસ્ટ સ્માર્ટ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેકટ' માટે રાજકોટ મહાનગરપાલિકાની 'રાજકોટ સ્માર્ટ સિટી લિમિટેડ'ના 'ડીસેન્ટ્રલાઇઝડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ' પ્રોજેકટની કેન્દ્રના એક ખાસ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવેલ છે. તેમજ નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ અર્બન એફેર્સ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના ઉપરોકત પ્રોજેકટને 'સર્ટીફીકેટ ઓફ મેરીટ' માટે પસંદ કરવામાં આવેલ છે.તેમ રાજકોટ મહાનગરપાલિકાના મેયર બિનાબેન આચાર્ય તથા   સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ એક સંયુકત યાદીમાં જણાવ્યું છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યું હતું.નવી દિલ્હી ખાતે યોજાયેલ કોન્ફરન્સ કમ એવોર્ડ વિતરણ સમારોહમાં ભારત સરકારના હાઉસીંગ એન્ડ અર્બન એફેર્સ વિભાગના માનનીય મંત્રીશ્રી હરદીપસિંદ્ય પુરીની ઉપસ્થિતિમાં સમારંભ યોજાયેલ. આ સમારંભમાં ભાગ લેવા તથા એવોર્ડ સ્વિકારવા રાજકોટ મહાનગરપાલિકાના સેનિટેશન કમિટીના ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા તથા નાયબ પર્યાવરણ અધિકારી ડી.યુ. તુવર દિલ્હી ખાતે ગયેલ.

ભારત સરકારના 'સ્માર્ટ સિટી મિશન'માં પસંદગી પામેલા ૧૦૦ શહેરોમાં વિવિધ પ્રોજેકટ હાથ ધરવામાં આવી રહ્યા છે. જે તે શહેરની ઓથોરીટીને સ્માર્ટ સિટીના પ્રોજેકટસ માટે પ્રોત્સાહન મળી રહે તે આશય સાથે 'સ્માર્ટ સિટી એમ્પાવરિંગ ઇન્ડિયા એવોર્ડ્સ' હેઠળ, શ્રેષ્ઠ પ્રોજેકટ હાથ ધરતા શહેરોને આ એવોર્ડ આપવામાં આવે છે.

રાજકોટ શહેરનો 'ડીસેન્ટ્રલાઇઝડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ' અંતર્ગત બીજો નંબર પ્રાપ્ત થયેલ અને ભારત સરકારના હાઉસિંગ અને અર્બન વિભાગના તેમજ સ્માર્ટ સિટી મિશનના ડિરેકટર  કુનાલ કુમારન હસ્તે સર્ટીફીકેટ એનાયત કરવામાં આવેલ જે સેનિટેશન કમિટીના ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા અને નાયબ પર્યાવરણ અધિકારી ડી.યુ. તુવરે સ્વીકારેલ.

(3:39 pm IST)