Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

થેલેસેમિયા બાળકો માટે બ્લડ ડોનેશન

પ્રજાસત્તાક પર્વ નિમિતે પ્રીમિયમ સ્કૂલ ખાતે રાજકોટ રાઉન્ડ ટેબલ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમના વાલીઓ અને સામાજિક કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી બ્લડ ડોનેટ કર્યું હતું. જે રકત રાજકોટની સિવિલ હોસ્પિટલના થેલેસિમિયા ગ્રસ્ત જરૂરતમંદ લોકોને રકત સમયસર મળી રહે તે માટે અર્પણ કરાયું હતું. મુખ્ય અતિથિ તરીકે રાજકોટ મેડિકલ કોલેજના ડીન ડો. ગૌરીબેન ધુવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મેડિકલ સ્ટાફ, પ્રીમિયમ સ્કૂલના સંચાલક, ડો. મનન જોશી, નિરવ બદાણી, નેહા દેસાઇ, મુકેશ તિવારી તેમજ રાજકોટ રાઉન્ડ ટેબલની ટીમે જહેમત ઉઠાવી હતી.

(4:14 pm IST)