Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

બહેરા મૂંગા શાળામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી

 દિવ્યાંગ બાળકોને શિક્ષણ તથા વ્યવસાયિક તાલીમ આપતી ખૂબ જ જુની અને જાણીતી સંસ્થા છ. શા. વિરાણી બહેરા મૂંગા શાળા રાજકોટના પટાંગણ ખાતે ૭૧માં પ્રજાસત્તાક દિનની ઉજવણી હર્ષ અને ઉલ્લાસ સાથે કરવામાં આવી. તાજેતરમાં જ પ્રાદેશિક કક્ષાના ઉમંગ ઉત્સવમાં ભાગ લઇ દ્વિતિય સ્થાને વિજેતા બનેલ ધો. ર થી ધો. પ ની ૧ર વર્ષથી નાની દિકરીઓના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. સંસ્થાના પ્રમુખ રજનીભાઇ બાવીશી, માનદમંત્રી હસુભાઇ જોષી તથા આચાર્ય કશ્યપભાઇ પંચોલી વિગેરેએ બાળકોને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

(4:03 pm IST)