Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

નાણાવટી રે સાજન બેઠુ માંડવે, લાખોપતિ રે સાજન બેઠુ માંડવે...

વિઠ્ઠલભાઇના પગલે જયેશ રાદડિયા : જામકંડોરણામાં શાહી સમુહલગ્ન

રવિવારે પાટીદાર સમાજના ૧૫૬ નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે : વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની હાજરી : હજારો લોકો માટે ભોજનની વ્યવસ્થા

રૂડો અવસર : જામકંડોરણા કન્યા છાત્રાલય ટ્રસ્ટના વડા અને રાજ્યના નાગરિક પુરવઠા પ્રધાન શ્રી જયેશ રાદડિયાએ આજે અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લઇ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ચર્ચા કરેલ અને સમુહ લગ્નોત્સવનું આમંત્રણ પાઠવેલ. આ પ્રસંગે ટ્રસ્ટના ઉપપ્રમુખ ગોવિંદભાઇ રાણપરીયા, ટ્રસ્ટીઓ અરવિંદભાઇ તાળા, જસમતભાઇ કોયાણી, કમલનયન સોજીત્રા, ખજાનચી વિઠ્ઠલભાઇ બોદર, સામાજિક અગ્રણી રાજુ ઝુંઝા, અકિલા પરિવારના ડો. અનિલ દશાણી વિગેરે હાજર રહ્યા હતા. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાકોટ તા. ૨૯ : ગુજરાતમાં કદાવર ખેડુત નેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાએ રાજકારણ સાથે સમાજ સેવાની શરૂ કરેલ પરંપરા તેમના સુપુત્ર અને યુવા કેબીનેટ મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયાએ પણ યથાવત રાખી છે અને આગામી રવિવાર તા. ૨ ફેબ્રુઆરીના રોજ જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય ખાતે છઠ્ઠા શાહી સમુહ લગ્ન સમારોહનું ભવ્ય આયોજન કરેલ છે.

સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાએ સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકોની દિકરીઓના સ્વમાનભેર લગ્ન થઈ શકે તે માટે શાહી સમુહ લગ્નોની શરૂઆત કરી હતી. જે પરંપરા શ્રી જયેશભાઈ રાદડિયાએ આગળ ધપાવી આગામી રવિવારે ૧૫૬ દિકરીઓના પાલક પિતા બની સાસરે વળાવવાનું ભગીરથ કાર્ય હાથ ઉપર લીધુ છે.

શ્રી જામકંડોરણા લેઉવા પટેલ કન્યા છાત્રાલય આયોજીત આ શાહી સમુહ લગ્નોત્સવ અંગે નાગરિક પુરવઠા કેબીનેટ મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે, આ શાહી સમુહ લગ્નોત્સવમાં સમાજના દાતાઓના સહયોગથી દિકરીઓને કરીયાવરમાં ઘરવખરીનો તમામ સામાન ઉપરાંત સોનાનું મંગળસુત્ર, સોનાની બુટી, સોનાનો દાણો, ચાંદીની ગણપતિની તથા લક્ષ્મીજીની મૂર્તિ, ચાંદીનો તુલસી કયારો, સોનાનો ગળાનો સેટ, સોનાનું ડોકીયુ, ચાંદીનો જુડો, ચાંદીના સાંકળા, ચાંદીની કંકાવટી - ગાય, વિંછીયા અને શ્રીમદ્ ભાગવત સહિત કુલ ૧૦૮ ચીજવસ્તુઓ આપવામાં આવનાર છે. એક સુખી સંપન્ન પરિવારની દિકરીને મળે તેવો કરિયાવર આ શાહી સમુહ લગ્નમાં જોડાનાર તમામ ૧૫૬ દિકરીઓને આપવાનું આયોજન કરેલ છે.

જામકંડોરણા જેવા પછાત તાલુકામાં બે દાયકા પહેલા શિક્ષણધામ તેમજ સમાજ માટે અનેક સેવાકીય પ્રકલ્પોનું નિર્માણ કરનાર સ્વ. વિઠૃલભાઈ રાદડિયાની પ્રેરણાથી યોજાઈ રહેલ આ છઠ્ઠા શાહી સમુહ લગ્ન સમારોહમાં અઘ્યક્ષ તરીકે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે. જયારે શાહી સમુહ લગ્ન સમારોહનું ઉદ્ઘાટન સુરતના ઉદ્યોગપતિ અને સમાજના ભામાષા શ્રી વસંતભાઈ ગજેરા, ભાજપના પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઈ વાઘાણી, કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા તેમજ ખોડલધામ ટ્રસ્ટ - કાગવડનાં પ્રમુખશ્રી નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે.

આ ઉપરાંત શાહી સમુહ લગ્ન સમારોહના મુગટમણી શ્રી નરેન્દ્રભાઈ ભાલાળા (પુનિત બીલ્ડર્સ-મુંબઈ), શ્રી લવજીભાઈ ડાલીયા (બાદશાહ) (અંજની ગ્રુપ-સુરત), શ્રી જેન્તીભાઈ બાબરીયા (એકલારાવાળા-સુરત), શ્રી ચતુરભાઈ ઠુંમર (કલ્પના સ્ટ્ર્કટ કોન. ગ્રુપ પ્રા. લી. મુંબઈ), શ્રી રાજુભાઈ હિરપરા (ઉપપ્રમુખશ્રી- સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ-નાથદ્વારા), શ્રી શૈલેષભાઈ હિરપરા (ઉપપ્રમુખશ્રી-પટેલ કેળવણી મંડળ-જેતપુર), શ્રી ભાવિકભાઈ વૈષ્ણવ (પ્રમુખશ્રી-જેતપુર), શ્રી રાજુભાઈ માલવીયા (ટ્રસ્ટીશ્રી-સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ—નાથદ્વારા), શ્રી ઉકાભાઈ વોરા (મંત્રીશ્રી-સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ-નાથદ્વારા), શ્રી ભુપતભાઈ બોદર ટ્રસ્ટીશ્રી-સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ-નાથદ્વારા), શ્રી દિનેશભાઈ કુંભાણી (પ્રમુખ-સૌરાષ્ટ્ર પટેલ સમાજ-નિકોલ-અમદાવાદ), શ્રી અંબાવીભાઈ વાવૈયા (ટ્રસ્ટીશ્રી-સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ-નાથદ્વારા), શ્રી વીરજીભાઈ વેકરીયા (ખજાનચીશ્રી-સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ-નાથદ્વારા), શ્રી ગગજીભાઈ સુતરીયા (પ્રમુખશ્રી-સરદારધામ-અમદાવાદ), શ્રી પરેશભાઈ ગજેરા (ઉપપ્રમુખશ્રી-સરદારધામ- અમદાવાદ), શ્રી રસિકભાઈ એમ. ગોંડલિયા (કાલીનપીસ ફાર્મા-યુ.એસ.એ.), શ્રી બટુકભાઈ મોવલીયા પ્ન્રસ્ટીશ્રી-સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ-નાથદ્વારા), શ્રી હર્ષદભાઈ માલાણી (શ્રી સરદાર પટેલ કલ્ચર ફાઉન્ડેશન-રાજકોટ), શ્રી રમેશભાઈ ટીલાળા (ટ્રસ્ટીશ્રી-સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ-નાથદ્વારા), શ્રી ભોવાનભાઈ રંગાણી (પ્રમખશ્રી-લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન -સોમનાથ), શ્રી મહેશભાઈ સવાણી ્નટ્રસ્ટીશ્રી-સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ-નાથદ્વારા), શ્રી મગનભાઈ રામાણી (આધસ્થાપક—શ્રી લેઉવા પટેલ સમાજ-નિકોલ-અમદાવાદ), શ્રી ડી. કે. સખીયા (ચેરમેનશ્રી-લેઉવા પટેલ સમાજ ભવન કાર્યવાહક સમિતિ-હરીદ્રાર), શ્રી મનસુખભાઈ દેવાણી (ચેરમેનશ્રી-લેઉવા પટેલ સમાજ ભવન કાર્યવાહક સમિતિ-દ્વારકા), શ્રી અરવિંદભાઈ ત્રાડા (ચેરમેનશ્રી-લેઉવા પટેલ સમાજ ભવન કાર્યવાહક સમિતિ-મથ્રા), શ્રી કમલનયનભાઈ સોજીત્રા (ટ્રસ્ટીશ્રી-સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ— નાથદ્વારા) વિગેરે ઉપરાંત સમાજના વ્યાપાર, ઉધોગ, સહકારી, શિક્ષણ સહિત તમામ ક્ષેત્રનાં પ્રથમ હરોળના મહાનુભાવો તેમજ શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ-નાથદ્વારાના તમામ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેનાર છે.

શાહી સમુહ લગ્ન સમારોહમાં રવિવારે બપોરે ૨.૩૦ કલાકે ૧૫૬ જાનનું આગમન થયા બાદ બપોરે ૩ વાગ્યે બેન્ડવાજા અને ડી.જે.ની સુરાવલીઓ સાથે જાનના સામૈયા કરવામાં આવશે, ત્યાર બાદ સાંજે ૪.૦૦ વાગ્યે દાતાઓનું સન્માન - આર્શિવચન અને સાંજે ૫.૦૦ વાગ્યે હસ્ત મેળાપ થશે. સાંજે ૬ વાગ્યે ભોજન સમારંભ તેમજ રાત્રે ૮.૦૦ વાગ્યે કન્યા વિદાય બાદ રાત્રે ૯.૦૦ વાગ્યે લલિતા ઘોડાદ્રા તથા સાંજીદાઓ સાથે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકડાયરામાં કિર્તીદાન ગઢવી, ફરીદા મીર, બ્રીજરાજ ગઢવી, માયાભાઈ આહીર, સુખદેવ ધામેલીયા સહિતના કલાકારો કલાના કામણ પાથરશે.

આ શાહી સમુહ લગ્ન સમારંભ માટે શ્રી જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય તથા શ્રી હંસરાજભાઈ સવજીભાઈ રાદડિયા લેઉવા પટેલ વિદ્યાર્થી ભવનના પ્રમુખશ્રી જયેશભાઈ રાદડિયાના વડપણ હેઠળ ઉપપ્રમુખશ્રી ગોવિંદભાઈ રાણપરીયા, ખજાનચીશ્રી વિઠલભાઈ બોદર, બાંધકામ સમિતિના ચેરમેનશ્રી મોહનભાઈ કથીરીયા, મંત્રીશ્રી નિલેશભાઈ બાલધા, સહમંત્રીશ્રી ધીરજભાઈ રામોલીયા, કુમાર છાત્રાલય બાંધકામ સમિતિના ચેરમેનશ્રી ધનજીભાઈ બાલધા તેમજ તમામ) ટ્રસ્ટીઓ તથા સમગ્ર તાલુકાના સેવાભાવિ કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહયાં છે.

આ વિશાળ શાહી સમુહ લગ્નના આયોજનમાં આશરે પચાસેક હજાર લોકો ઉપસ્થિત રહેનાર હોવાથી જાનના આગમનથી કન્યા વિદાય તેમજ ભોજન સમારંભ, મંડપ શણગાર સહિતની વ્યવસ્થા માટે ૫૦૦૦ જેટલા સ્વંયસેવકોને જવાબદારી સોંપવામાં આવી છે.

દિકરીઓ રાજી-રાજી થઇ જશે, ઘર ભરાઇ એટલો કરીયાવર

રાજકોટ : જામકંડોરણા લેઉવા પટેલ કન્યા છાત્રાલય આયોજીત આ શાહી સમુહ લગ્નોત્સવ અંગે માહિતી આપતા કેબીનેટ મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે, આ શાહી સમુહ લગ્નોત્સવમાં સમાજના દાતાઓના સહયોગથી દિકરીઓને કરીયાવરમાં ઘરવખરીનો તમામ સામાન ઉપરાંત સોનાનું મંગળસુત્ર, સોનાની બુટી, સોનાનો દાણો, ચાંદીની ગણપતિની તથા લક્ષ્મીજીની મૂર્તિ, ચાંદીનો તુલસી કયારો, સોનાનો ગળાનો સેટ, સોનાનું ડોકીયુ, ચાંદીનો જુડો, ચાંદીના સાંકળા, ચાંદીની કંકાવટી - ગાય, વિંછીયા અને શ્રીમદ્ ભાગવત સહિત કુલ ૧૦૮ ચીજવસ્તુઓ આપવામાં આવનાર છે. એક સુખી સંપન્ન પરિવારની દિકરીને મળે તેવો કરિયાવર આ શાહી સમુહ લગ્નમાં જોડાનાર તમામ ૧૫૬ દિકરીઓને આપવાનું આયોજન કરેલ છે.

૧૫૬ જાનનો રજવાડી ઢબે સ્વાગત થશે : રાત્રે ડાયરો

રાજકોટ : શાહી સમુહ લગ્ન સમારોહમાં રવિવારે બપોરે ૨.૩૦ કલાકે ૧૫૬ જાનનું આગમન થયા બાદ બપોરે ૩ વાગ્યે બેન્ડવાજા અને ડી.જે.ની સુરાવલીઓ સાથે જાનના સામૈયા કરવામાં આવશે, ત્યાર બાદ સાંજે ૪.૦૦ વાગ્યે દાતાઓનું સન્માન - આર્શિવચન અને સાંજે ૫.૦૦ વાગ્યે હસ્ત મેળાપ થશે. સાંજે ૬ વાગ્યે ભોજન સમારંભ તેમજ રાત્રે ૮.૦૦ વાગ્યે કન્યા વિદાય બાદ રાત્રે ૯.૦૦ વાગ્યે લલિતા ઘોડાદ્રા તથા સાંજીદાઓ સાથે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.  આ લોકડાયરામાં કિર્તીદાન ગઢવી, ફરીદા મીર, બ્રીજરાજ ગઢવી, માયાભાઈ આહીર, સુખદેવ ધામેલીયા સહિતના કલાકારો કલાના કામણ પાથરશે.

(4:01 pm IST)