Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ઉનાના સનખડાના

તરૂણનું ડિપ્થેરીયાથી મોતઃતેની બહેન રાજકોટ સારવાર હેઠળ

તેણીનો રિપોર્ટ પણ પોઝિટીવઃ સ્વાઇન ફલુ વોર્ડમાં દાખલ

રાજકોટ તા. ૨૯: ઉના તાબેના સનખડા ગામના ખાલવા વાડી વિસ્તારમાં રહેતાં જીતુભાઇ વીરાભાઇ પરમારના ૧૫ વર્ષના પુત્ર નકુલને ગળામાં સોજા સાથે તાવ આવતાં ભાવનગર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેને ડિપ્થેરીયા લાગુ પડ્યાનું નિદાન થયું હતું. સારવાર દરમિયાન આ તરૂણનું ભાવનગર ખાતે મોત નિપજ્યું હતું. દરમિયાન ભાવનગરના તબિબે સનખડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જાણ કરતાં ત્યાંની ટીમે જીતુભાઇ પરમારના ઘરે જઇ તમામ પરિવારજનોનું ચેકઅપ કરતાં જીતુભાઇની દિકરી રૂશિતામાં પણ આ રોગના શંકાસ્પદ લક્ષણો જોવા મળતાં ભાવનગર હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જેનો રિપોર્ટ પોઝિટીવ આવતાં તેને વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતાં તેને સ્વાઇન ફલૂ વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી છે.

તબિબોના કહેવા મુજબ ડિપ્થેરીયાને કારણે દર્દીને ગળામાં સોજા આવી જવા તાવ ચડવા સહિતના લક્ષણો દેખાય છે. આ રોગ જીવલેણ હોતો નથી.

(3:41 pm IST)