Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

વાહન ચોરીના ત્રણ ગુનાનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાંચઃ નીરવ પટેલની ધરપકડ

રાજકોટ તા. ર૯  નાનામવા રોડ પરથી ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે મવડીગામ પાસે રહેતા પટેલ શખ્સને ચોરાઉ બાઇક સાથે પકડી લઇ પુછપરછ કરતા વધુ બે વાહન ચોરીનો ભેદ ઉકેલાયો છે.

મળતી વિગત મુજબ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર સિદ્ધાર્થ ખત્રી તથા એસીપી જયદીપસિંહ સરવૈયાની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ.એમ.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ મહાવિરસિંહ જાડેજા, હેડ કોન્સ હરેદવસિંહ, ફીરોઝભાઇ, યોગેન્દ્રસિંહ, સોકતભાઇ ખોરમ, અમીતભાઇ ટુંડીયા અને યોગીરાજસિંહ જાડેજા સતિ પેટ્રોલીંગમાં હતા ત્યારે યોગીરાજસિંહ, સોકાતખાન અને અમીતભાઇને મળેલી બાબતમીના આધારે નાનામવા રોડ પરથી નીરવ સુરેશભાઇ ભરસાણીયા, (ઉ.ર૯) (પટેલ) (રહે. મવડીગામ પાછળ ડ્રીમસીટીએ-૧૦૦૧) ને ચોરાઉ સ્પ્લેન્ડર મોટર સાયકલ સાથે ઝડપી લીધો હતો પુછપરછ દરમ્યાન નિરવે આ બાઇક તાલુકા પોલીસ મથક હેઠળના વિસ્તારમાંથી ચોર્યાની કબુલાત આપી હતી. પોલીસે તેની વધુ પુછપરછ કરતા તેણે અગાઉ જુના એસટી બસસ્ટેશન પાસેથી એકટીવા, કાલાવડ રોડ મહિલા કોલેજ પાછળથી એક એકસેસ મોટર સાયકલ ચોર્યાની કબુલાત આપી હતી નિરવ અગાઉ એ ડિવીઝન અને માલવીયાનગર પોલીસ મથકમાં વાહન ચોરીના ગુનામાં પકડાઇ ચુકયો છે.

(3:19 pm IST)