Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

ફલાવર શોના પ્રચાર માટે રાજમાર્ગો પર ખાસ ટેબ્લોથી પ્રચાર

ત્રણ દિ' રેસકોર્ષની પુષ્પગલી, સ્વીમીંગપુલની બાજુના ગાર્ડનમાં પ્રવેશ બંધી પર્યાવરણ જતન લોકજાગૃતિ માટે ખાદીનો સ્ટોલઃ ડો. જૈમન ઉપાધ્યાયની જાહેરાત

રાજકોટ, તા. ર૯ :  આપણ શહેર ''નયન રમ્ય અને સ્માર્ટ-હરિયાળુ'' બને તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગામી તા. ૦૧ થી તા. ૦૪ ફેબ્રુઆરી સુધી આયોજન કરવામાં આવેલ ''ફલાવર-શો કમ ગાર્ડન એકઝીબીશન-ર૦૧૮'' ની પૂર્વ તૈયારીએ ચાલતી હોઇ, તે અનુસંધાને ફલાવર ગલી તથા સ્વીમીંગ પુલ પાસેનું ગાર્ડન જાહેર જનતા માટે ત્રણ દિવસ બંધ રાખવામાં આવશે. તેમજ આજની ત્રણ દિ'શહેરના રાજમાર્ગો પર ખાસ ટેબ્લો દ્વારા ફલાઇવર શોના પ્રચાર કરવામાં આવેશ તેમજ પર્યાવરણનું જતન અને લોકજાગૃતિ માટે ખાદીના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે તેમ મેયર ડો. જૈમન ઉપાધ્યાયએ જણાવ્યું હતું.

આ અંગે તંત્રની સત્તાવાર યાદીમાં  જણાવ્યું મુજબ આ ''ફલાવર-શો કમ ગાર્ડન એકઝીબીશન''માં અલગ અલગ પ્રકારનું ડેકોરેશન, લાઇટીંગ તેમજ કાર્યક્રમને લગતી તમામ તૈયારીઓ ચાલી રહી છે, તે સબબ ફાઇવર ગલી તથા સ્વીમીંગ પુલ પાસેનું ગાર્ડન ત્રણ દિવસ સુધી શહેરજીનો માટે બંધ રાખવામાં આવેલ છે. કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણ થતાની સાથે જ આ ગાર્ડન જાહેર જનતા માટે રાબેતા મુજબ ખુલ્લો મુકવામાં આવશે.

(4:49 pm IST)