Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

ગોંડલ રોડ, રૈયા રોડ, પાંજરાપોળ વિસ્તારમાં લાખોનો વેરો વસુલવા ૭ મિલ્કતને તાળાઃ નળ કનેકશન કપાયા

રાજકોટ તા. ર૯ : કોર્પોરેશનની વેરા વસુલાત શાખા દ્વારા બાકી મિલકતવેરા વસુલાત ઝૂંબેશ અંતર્ગત તથા વોર્ડ નં.૪,પ,૬ ની ટીમ દ્વારા પાંજરાપોળના બાકી રૂ. ૧,૬પ૦૦૦ વસુલવા મિલકત સીલ કરેલ છે.

પાંજરાપોળ રૂ.૧,૧૩,૦૦૦ ની વસુલાત માટે મિલ્કત સીલ કરવા તાદિક કરેલ છે આ કામગીરી આસિેકમિશનર વાસંતીબેન આસી મેનેજર એમ. ડી. ખીમસુરીયાની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફીસરઓની હાજરીમાં વોર્ડ ઇન્સ્પેકટર કુંદન પંડયા, બકુલ ભટ્ટ, હસમુખ કાપડીયા, ભારત તથા વિ.દ્વારા કરવામાં આવેલ છે.

સેન્ટ્રલ  ઝોનના ર્વો નં.૭માં ગોંડલ રોડ પર આવેલ લોટસ આર્કેડ ફસ્ટ ફલોર ઓફીસ નં.૧૧૭ કુલ બાકી રકમ રૂ.૧,૧૦,૦૦૦, ગોંડલ રોડ પર આવેલ લોટસ આર્કેડ થર્ડ ફલોર ઓફીસ નં.૩૦૭ કુલ બાકી રકમ રૂ. ૧,૦૭,૦૦૦/ ગોંડલ રોડ પર આવેલ શિવાલિક-૭ થર્ડ ફલોર ઓફીસ નં. ૩૦૮,૩૦૯, કુલ બાકી રકમ રૂ.૧,પ૩૦૦૦ તથા ગોંડલ રોડ પર આવેલ શિવાલિક-૭ ફોર્થ ફલોર ઓફીસ નં.૪૦૧૦ સહિતની પાંચ મિલ્કતનો ૂા.૪૯ર૭ ાલખનો વેરો વસુલવા સીલ કરવામાં આવી છ.ે

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી વોર્ડ ઓફીસર આરતીબેન નિંબાર્ક, ફેમાન્દ્રીબા ઝાલા, ઇન્સ્પેકટર નાનજીભાઇ રાખૈયા, કમલેશભાઇ ઠાકર તથા વોર્ડ કલાર્ક દ્વારા આસી. કમિશ્નર કગથરાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી.

વેસ્ટઝોનની વેરા શાખા દ્વારા વર્ષ ર૦૧૭-૧૮ ના બાકી મિલકતવેરાની વસુલાત ાટે નારણભાઇ બિજલભાઇ ગોવિંદનગર-૪,ગાંધીગ્રામમાં નળ કનેકશન કપાત કરેલ. તથા બિલ્ડર સાકેત પ્લાઝા પ્રથમ માળ, દુકાન નં. ૧૧૪, રૈયા રોડનો રૂ. પ૮,પપ૦, રામ એસ્ટેટ એ. મહાદેવ વાડી પાસેનો રૂ.૬પ,ર૪પ, વેરો વસુલ મિલ્કત સીલ કરેલ છે શિવમ મેક્રોટેક નુતન આદિવાાસી સોસા.મવડી બાયપાસ રોડ, રાજકોટ રૂ. ર૪,૮૩૩  આ કામગીરી ઝોનલ આસિે કમિશ્નરના સીધા માર્ગદર્શન અને આસી. મેનેજરની સુચના હેઠળ વેસ્ટ ઝોનના વોર્ડ નં. ૧,૮,૯,૧૦ અને ૧૧ ના વોર્ડના વોર્ડ ઓફીફસર વોર્ડ ટેકસ ઇન્સ્પેકટર, વોર્ડ ડિમાન્ડ કલાર્ક અને વોર્ડ કલાર્ક દ્વારા કરવામા આવેલ છે.

(4:47 pm IST)