Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

ઓપન સૌરાષ્ટ્ર-કચ્છ ટેનિસ ટુર્નામેન્ટ-બીલીયાર્ડ સ્નુકર ટુર્નામેન્ટનો પ્રારંભ

 રાજકોટઃ સ્વ. રાજવી શ્રી પ્રદ્યુમનસિંહજીની સ્મૃતિમાં દર વર્ષે રાજકોટ જીમખાના કલબના ઉપક્રમે યોજાતી ઓન સૌરાષ્ટ્ર- કચ્છ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો. આ ટુર્નામેન્ટ રાજકોટ જીમખાના કલબ તરફથી સને ૧૯૭૫ થી સતત યોજવામાં આવે છે. આ ટુર્નામેન્ટ ઓપન સીંગલમાં ૩૪ ખેલાડીઓ, ઓપન ડબલ્સમાં ૩૦ જોડી ભાગ લઇ રહયા છે.  જીમખાના કલબનાં ઉપક્રમે મહારાણી નરેન્દ્રકુંવરીમા ઓપન સૌરાષ્ટ્ર અને કચ્છ જુનીયર ચેમ્યિનશીપ ટ્રોફિ અંડર ૧૨, ૧૪ અને ૧૮ બોયઝ અને ગર્લ્સમાં કુલ ૧૦૦ જુનીયર ખેલાડીઓ ભાગ લઇ રહયા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલાડીઓના પ્રવેશનો પ્રવાહ સતત વધતો  જ રહયો છે. તેમજ રાજકોટ જીમખાના કલબનાં ઉપક્રમે શ્રી બાબુભાઇ વોરા વેટરન ડબલ્સ સૌરાષ્ટ્ર અને કચ્છ ટુર્નામેન્ટમાં કુલ ૧૨ જોડી ભાગ લઇ રહયા છે.

 ટુર્નામેન્ટનું ઉદઘાટન શ્રી વસંતભાઇ વોરા, શ્રી દસ્તુરભાઇ, શ્રી માંધાતાસિંહજી  જાડેજા એ કરેલ છે. વિનસદાસ લાલચંદાણી ઓપન   સૌરાષ્ટ્ર બીલીયર્ડ અને સ્નુકર ટુર્નામેન્ટનું ઉદ્દઘાટન શ્રી દિનેશભાઇ પારેખ, રણજીતભાઇ  લાલચંદાણી તેમજ શ્રી વસંતલાલ વોરાએ કયું હતું. સ્નુકરમાં કુલ ૧૦૦ ખેલાડીઓ ભાગ લઇ રહયા છે તેમજ બીલીયર્ડમાં ૪૦ ખેલાડીઓ ભાગ  લઇ રહયા છે.

 આ ટેનીસ- બીલીયાર્ડ ટુર્નામેન્ટને સફળ બનાવવા શ્રી રાજુભાઇ વ્યાસ, શ્રી જ.પી.બારડ, શ્રી અજય પાટીલ, શ્રી ભરત અમલાણી, શ્રી વિશાલ નથવાણી શ્રી પ્રકાશ ભાઇ બક્ષી, શ્રી કુલદિપ જોશી વગેરે જહેમત ઉઠાવી રહયા  છે. તસ્વીરમાં ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો તથા ખેલાડીઓ નજરે પડે છે.

(4:38 pm IST)