Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

દિવસનું તાપમાન વધશે : સપ્તાહના અંતિમ દિવસોમાં ફરી ઠંડીના ચમકારા અનુભવાશે

તા.૧,૨ ફેબ્રુ.ના પશ્ચિમી પવનોના લીધે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટાછવાયા ઝાકળની સંભાવના : તા.૨, ૩, ૪ તાપમાન થોડુ નીચુ જશે : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૨૯ : હાલમાં વ્હેલી સવારે અને રાત્રીના ઠંડીના ચમકારા અનુભવાય છે. આ સપ્તાહમાં ક્રમશઃ ઠંડીમાં ઘટાડો જોવા મળશે. દિવસનું તાપમાન ઘટશે. જયારે સપ્તાહના અંતિમ દિવસોમાં ફરી ઠંડીના ચમકારા અનુભવાશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે.

તેઓએ જણાવેલ કે છેલ્લા થોડા દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળે છે. આજે પણ ઉત્તર ગુજરાત તરફ ઠંડીનો ચમકારો છે. જેમ કે અમદાવાદ ૯.૮ ડિગ્રી (નોર્મલથી ૩ ડિગ્રી નીચુ), સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં નોર્મલ આસપાસ તાપમાન પહોંચી ગયુ છે.

તા.૩૧ જાન્યુ. સુધીમાં મહત્તમ તાપમાન સૌરાષ્ટ્ર ગુજરાતમાં બે થી ચાર ડીગ્રી વધી જશે. જેથી હાલમાં પ્રવર્તતા તાપમાન ૩૦ ડિગ્રીના બદલે ૩૨ થી ૩૪ ડિગ્રીએ પહોંચી જશે. જયારે ન્યુનતમ તાપમાન ૧ ફેબ્રુ. સવાર સુધીમાં હાલમાં પ્રવર્તતા તાપમાનથી ત્રણ ડિગ્રી ઉંચુ આવી જશે. જેથી તાપમાન નોર્મલથી ઉંચુ પહોંચી જશે.

તા.૨,૩,૪ ફેબ્રુ. દરમિયાન ફરી ન્યુનતમ - મહત્તમ એમ બંને તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળશે. તા.૧, ૨ ફેબ્રુ. અમુક સમયે પશ્ચિમી પવનો હોવાના લીધે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિભાગોમાં ુછુટાછવાયા ઝાકળની સંભાવના છે.

(4:25 pm IST)