Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

આજે સાંજે 'જીએમ સ્પેશીયલ ટ્રેન' રાજકોટમાં: મોરબી સ્ટેશન ઉપર ગાર્ડન ખુલ્લુ મુકતા જીએમ. એ.કે. ગુપ્તા

રાજકોટ : પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી એ.કે.ગુપ્તા અને તેમનો વિશાળ અધિકારી કાફલો 'જીએમ સ્પેશીયલ ટ્રેન' દ્વારા રાજકોટ ડીવીઝનના ઇન્સ્પેકશન માટે આવી રહ્યો છે. આ ટ્રેન સાંજે રાજકોટ સ્ટેશન ઉપર પહોંચી હતી. તે પહેલા તેઓએ મોરબી સ્ટેશનનું ઇન્સ્પેકશન કર્યુ હતુ અને લોકોની સુવિધા માટે સ્ટેશન ઉપર ગાર્ડન ખુલ્લુ મુકી વૃક્ષારોપણ કર્યુ હતુ તેમજ સ્ટેશન પરની વિવિધ સુવિધા-દુવિધા વિશે માહિતી મેળવી અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી ત્યારની ઉપરોકત તસ્વીર. સાંજે જીએમ શ્રી એ.કે.ગુપ્તા સાથે પત્રકારોની વાતચીત રાજકોટ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પરની વીઆઇપી લોન્જમાં યોજાઇ છે.

(4:24 pm IST)