Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

લીંબુ-મરચા વેંચી ગુજરાન ચલાવતાં રાજેશભાઇ પરમારને વ્યાજખોર શખ્સનો અનહદ ત્રાસઃ ધમકી

લક્ષ્મીવાડીના કારડીયા રાજપૂત યુવાને યુવરાજસિંહ ઝાલા (રાણા) પાસેથી ૬૫ હજાર લીધા તેની સાથે ૩ લાખ ચુકવ્યા છતાં હજુ એક લાખ માંગી સતત ત્રાસઃ કારમાં બેસાડી ધોલધપાટ કરીઃ ગુંદાવાડીમાં છુટકારો થયોઃ ભકિતનગર પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૯: વ્યાજખોરીના વધુ એક કિસ્સામાં લક્ષ્મીવાડી કવાર્ટર નં. ૯/૬૫માં રહેતાં અને જ્યુબીલી શાક માર્કેટમાં લીંબુ મરચા વેંચી ગુજરાન ચલાવતાં કારડીયા રાજપૂત યુવાન રાજેશભાઇ પ્રતાપભાઇ પરમાર (ઉ.૪૩)ને રાષ્ટ્રીય શાળા સામે ઓફિસ ધરાવતાં યુવરાજસિંહ રાણા નામના શખ્સે વ્યાજની ઉઘરાણી માટે ધોલધપાટ કરી કારમાં નાંખી ગુંદાવાડીમાં લઇ જઇ મારી નાંખવાની ધમકી આપી ભારે ત્રાસ ગુજારતાં ફરિયાદ થઇ છે. વ્યાજે લીધેલા ૬૫ હજારની સામે ૩ લાખ ચુકવ્યા છતાં આ શખ્સ મુળ રકમની ઉઘરાણી કરી હેરાન કરતો હોવાની ફરિયાદ થઇ છે.

 

ભકિતનગર પોલીસે રાજેશભાઇ પરમારની ફરિયાદ પરથી યુવરાજસિંહ રાણા સામે આઇપીસી ૩૮૬, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), મનીલેન્ડ એકટની કલમો હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. રાજેશભાઇએ જણાવ્યું છે કે તે લીંબુ મરચા વેંચીને ગુજરાન ચલાવે છે. ત્રણેક વર્ષ પહેલા ધંધા માટે પૈસાની જરૂર પડતાં એક મિત્ર થકી ઓળખાણ થતાં યુવરાજસિંહ ઝાલા પાસેથી રૂ. ૬૫ હજાર ૧૦ ટકા વ્યાજે લીધા હતાં. છ માસ પછી તેણે ૧૫ દિવસનું ૧૦ ટકા વ્યાજ વસુલ કરવાનું શરૂ કર્યુ હતું અને મોડુ થાય તો પેનલ્ટી પણ વસુલાતી હતી.

વ્યાજની ઉઘરાણી માટે ધંધાના સ્થળે આવીને પણ હેરાનગતિ શરૂ કરાઇ હતી. બે દિવસ પહેલા તેણે ઘરે કાળા રંગની કારમાં આવી મને કારમાં બળજબરીથી બેસાડી લઇ જઇ ચાુ કારે રસ્તામાં વ્યાજની ઉઘરાણી કરી ઢીકા-પાટુનો માર માર્યો હતો. તેમજ હજુ વધુ ૧ લાખની ઉઘરાણી કરી હતી. મારકુટ બાદ ગુંદાવાડીમાં કાર પહોંચી હતી. જ્યાંથી હું માંડ-માંડ મહામુશિબતે છુટીને ઘરે પહોંચ્યવો હતો અને બધી વાત કરી હતી. બાદમાં મારા પિતાને સાથે રાખી ભકિતનગર પોલીસમાં ફરિયાદ કરી હતી. રાજેશભાઇએ વધુમાં જણાવ્યું છે કે ત્ર વર્ષમાં મને વ્યાજ માટે અનેકવખત ખુબ ત્રાસ અપાયો છે પરંતુ મેં ઘરે વાત કરી નહોતી. હવે સહન થતું ન હોવાથી ના છુટકે ફરિયાદ કરવી પડી છે. ૬૫ હજાર સામે ત્રણ લાખ દીધા તો પણ વધુ એક લાખ માંગીને મને હેરાન કરવામાં આવે છે.

ભકિતનગરના પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પી.એસ.આઇ. એ. વી. પીપરોતરે વધુ તપાસ હાથ ધરી છે.  (૧૪.૮)

(12:39 pm IST)