Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

નગરપાલીકા ચૂંટણીઃ રાજકોટ જીલ્લાની પાંચ પાલીકામાં ૬૦ લાખનો ખર્ચઃ ગ્રાંટ મંગાઇ

મતદાન મથક દીઠ ર૦ હજારનો ખર્ચ ગણી તે પ્રમાણે કલેકટરે દરખાસ્ત મોકલી..

રાજકોટ તા. ર૯ :.. રાજકોટ શહેર-જીલ્લાની જસદણ, જેતપુર-નવાગઢ, ધોરાજી, ભાયાવદર-ઉપલેટા નગરપાલીકાની આગામી તા. ૧૭ ફેબ્રુઆરીએ  સામાન્ય ચૂંટણી યોજાશે, આજથી ફોર્મ ભરવાનું શરૂ થયું છે અને તે સાથે રાજકીય જંગના મંડાણ પણ ખાસ કરીને ભાજપ-કોંગ્રેસ વચ્ચે થશે.

દરમિયાન રાજકોટ જીલ્લાની પાંચ પાલીકાની ચૂંટણીમાં અંદાજે ૬૦ થી ૭૦ લાખનો ખર્ચ થશે અને તે સંદર્ભે રાજકોટ જીલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ રાજય ચૂંટણી પંચને ગ્રાંટ માટે દરખાસ્ત કરી દિધાનું ચૂંટણી શાખાના સુત્રોએ ઉમેર્યુ હતું.

તેમણે જણાવેલ કે સ્ટેશનરી, પોલીંગ સ્ટાફ, પોલીસ સ્ટાફ, વાહનો રીકવીઝીટ, વિગેરે થઇને એક મતદાન મથક  દીઠ ર૦ હજારનો ખર્ચ થશે, પાંચ પાલીકામાં કુલ ૩૩૧ મતદાન મથકો છે, એ જોતા ૬૬ લાખનો ખર્ચ જીલ્લા ચૂંટણી તંત્રને પડશે, અને તે સંદર્ભે કલેકટર દ્વારા ગ્રાંટની દરખાસ્ત મોકલી દેવાઇ છે, રાજય ચૂંટણી પંચ દ્વારા હવે ગ્રાંટ ફાળવાશે. (પ-૧૦)

(11:50 am IST)