Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

''ઓન્લી મેંગો'' ડ્રીંકનો નમૂનો મીસબ્રાન્ડેડ : ૬.૬૦ લાખનો દંડ

મનપાના ફૂડ વિભાગે બે વર્ષ પહેલા નમુના લીધેલ : ભાવનગર રોડ તથા ચુનારાવાડમાંથી ચીકી તથા ઠંડા પીણાના નમૂના લેવાયા

રાજકોટ, તા. ર૮ : મનપા ફૂડ વિભાગ દ્વારા જાહેર આરોગ્ય હિતાર્થે ભાવનગર રોડ તથા ચુનારાવાડ ચોક વિસ્તારમાં ઠંડા પીણાં તથા ચીકી ના ઉત્પાદન સ્થળોની ચકાસણી હાથ ધરી ચીકી-ઠંડા પીણાના નમૂના લેવામાં આવ્યા હતા. તેમજ ફૂડ વિભાગ દ્વારા બે વર્ષ પેહલા લેવાયેલ 'ઓન્લીમેંગો ડ્રીંક'નો નમૂનો મીસ બ્રાન્ડેડ જાહેર થતા ૪-વેપારીઓને રૂ. ૬.૬૦ લાખનો દંડ કરવામાં આવ્યો હતો.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ ફૂડ શાખા દ્વારા હાથ ધરાયેલ કામગીરીની વિગતો આ મુજબ છે.

૩ નૂમના લેવાયા

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ મુજબ નમૂના લેવામાં આવેલ  (૧)  એ-જોય જીરા મસાલા સોડા (૨૫૦ એમ એલ, પેક બોટલ) ડીવાઇન ફૂડ્સ એન્ડ બેવરેજીસ, થોરાળા પોલિસ સ્ટેશન સામે ભાવનગર રોડ રાજકોટ નમુનો લીધેલ છે. (૨) મિકસ ચીકી (લુઝ), ભાવના ગૃહ ઉદ્યોગ, ૬- લાખાજીરાજ ઉદ્યોેગનગર, ચુનારાવાડ ચોક,  (૩) સિંગ ગોળની ચીકી (લુઝ), ભાવના ગૃહ ઉદ્યોેગ, ૬- લખાજીરાજ ઉદ્યોેગનગર, ચુનારાવાડ ચોક ખાતેથી નમુના લીધેલ છે

ડ્રીંકનો નમૂનો મીસબ્રાન્ડેડ

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬  અન્વયે પટેલ બોટલીંગ, રાધીકા પાર્ક - ૧ પ્લોટ નં. ૧૧ ઉમીયા મારબલ પાસે, રૈયા ચોકડી પાસે રાજકોટ ખાતેથી લેવામાં આવેલ ખાદ્યપદાર્થ ઓન્લી મેંગો સ્વીટેન્ડ ટ્રીટેડ બેવરેજીસ (નોન કાર્બોનેટેડ (૨૫૦ એમ એલ, પેક) ને આર્ટીફીસીયલ સ્વીટનર ની માત્રા નિયત કરતા વધુ હોવાથી સબસ્ટાન્ડર્ડ તથા લેબલ પર  સિન્થેટિક ફૂડ કલરનું નામ કે ઇન્ટરનેશનલ ન્યુંમેરીકલ આઇડેન્ટિફીકેસન નંબર ન હોવાને કારણે મિસબ્રાંડેડ ફૂડ જાહેર થયેલ છે આ નાપાસ જાહેર થયેલ નમુનાના એજ્યુડિકેસન કેસના અંતે  વલ્લભભાઇ દ્વારકાદાસ કારીયા ની પેઢી -ગુરુકૃપા સેલ્સ, ૩- વિશ્વનગર મેઇન રોડ ખીજ્ડાવાળો રોડ મવડી પ્લોટ રાજકોટ સ્થળેથી તા. ૦૪ જુલાઇ ર૦૧૯ ના રોજ  એડેલમીસ્ટર નોન આલ્કોહોલીક પ્યોર મેંટ (૮પ૦૦ એમ એલ પેક)  નો નમૂનો લેવામાં આવેલ. જે નમૂનો ફૂડ અનાલિસ્ટશ્રી વડોદરા દ્વારા  મિસબ્રાંડેડ જાહેર થયેલ હોય એજુડિકેટિંગ ઓફિસર દ્વારા નમૂનો આપનાર, (૧)  FBO પેઢી (ગુરુકૃપા સેલ્સ) ના માલિક વલ્લભભાઇ કારીયા ને રૂ. ૧૦૦૦૦/- (અંકે રૂપિયા દસ હજાર પૂરા ) (૨) હોલસેલર  પેઢી નિશાન ઇન્ટરનેશનલ (અશોકા શોપિંગ સેંટર, ન્વ્ માર્ક મુંબઈ)  તથા તેના તમામ જવાબદારોને  રૂ ૨,૫૦,૦૦૦/- (૩) ઇમ્પોર્ટર  પેઢી નિશાન ઇન્ટરનેશનલ (sydenhams  pariyament chennai- Tamilnadu) ના નૉમિની શ્રી મહેશ જી, બુધરાની  ને  રૂટ્ટ. ૧૦૦૦૦૦/- (અંકે રૂપિયા એક લાખ  પૂરા ) તથા ઇમ્પોર્ટર  પેઢી નિશાન ઇન્ટરનેશનલ (sydenhams  pariyament chennai- Tamilnadu) ને રૂ. ૩૦૦૦૦૦/-  કુલ રૂપિયા ૬ લાખ ૬૦ હજાર રૂ. ની પેનલ્ટી કરવામાં આવેલ છે.

(4:25 pm IST)