Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ટ્રસ્ટ દ્વારા સમાજ જીવનમાં વિવિધ ક્ષેત્રે કામ કરતા મહાનુભાવોને વિજયભાઇ ધોળકીયા એવોર્ડથી સન્માન

રાજકોટ : શ્રી વિજયભાઇ ધોળકીયા દ્વારા ૧૯પપ થી ૧૯૮પ સુધી આચાર્ય તરીકે અને ૧૯૮પ થી ૧૯૯૦ સુધી ટ્રસ્ટના સંવાહક તરીકે સૌરાષ્ટ્રમાં શિક્ષણક્ષેત્રે અમૂલ્ય પ્રદાન રહ્યું હતું. ૧ર૧ વર્ષને સ્પર્શી ગયેલી સૌરાષ્ટ્ર હાઇસ્કુલ દ્વારા સમાજને ધુરંધર વ્યકિતત્વો પ્રાપ્ત થયા છે. સમાજનું કોઇ ક્ષેત્ર એવું નથી કે જેમાં સૌરાષ્ટ્ર હાઇસ્કુલનો વિદ્યાર્થી મોખરે ન હોય, આ યશ શ્રી વિજયભાઇને જાય છે. બહુ જ કપરી પરિસ્થિતિમાં સૌરાષ્ટ્ર હાઇસ્કુલને ઉપર ઉઠાવી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે ભાવિ ઘડવાનું એક સ્થાનક તેમણે બનાવ્યું.

તેનો સ્વીકાર કરીને શ્રી વિજયભાઇ ધોળકિયા સ્મૃતિ સભાખંડમાં વિજયભાઇ ધોળકીયા એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે કર્ણાટક રાજયના પૂર્વ રાજયપાલ વજુભાઇ ધોળકીયાની યાદમાં રાજકોટના વિવિધ ક્ષેત્રના કર્મઠ શ્રેષ્ઠીઓનું સન્માન શ્રી વજુભાઇ વાળાના હસ્તે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ શરૂઆતમાં સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો. નિદત બારોટ દ્વારા સંસ્થાનો પરિચય આપવા આપવામાં આવ્યો હતો.

ગૌરવભર્યો પ્રતિષ્ઠિત સ્વ. વિજયભાઇ ધોળકીયા એવોર્ડ શ્રી મનસુખભાઇ સાવલીયા, (સાહિત્ય), પ્રદ્યુમનભાઇ જોષીપુરા (સાહિત્ય), પીયુબેન સરખેલ (કલા), પ્રકાશભાઇ મંકોડી (સેવા), પુજાબેન પટેલ (સેવા), કિરીટભાઇ આદ્રોજા (ઉદ્યોગ), પ્રતાપભાઇ પટેલ (ઉદ્યોગ), રમેશભાઇ ભાયાણી (વિજ્ઞાન), ડો. એન. જે. મેઘાણી (તબીબ), જયદેવભાઇ શાહ (રમત-ગમત), વિજયભાઇ ડોબરીયા (પર્યાવરણ) ને અર્પણ કરવામાં આવ્યો.

કાર્યક્રમના અધ્યક્ષ વજુભાઇ વાળાએ જણાવ્યું હતું કે મુલ્ય શિક્ષણ એ આજના વ્યવસ્થાનો પાપો હોવો જોઇએ. દીકરીઓ મફત તેવી વ્યવસ્થા હોવી જોઇએ. શ્રી વજુભાઇ વાળાએ પોતાના વકતત્વયમાં જણાવ્યું હતું કે યોગ્ય સમયે યોગ્ય વ્યકિતઓનું યોગ્ય વ્યકિતના નામ સાથે જોડાયેલો એવોર્ડ આપીને સન્માન કરવાનો નિર્ણય શ્રી સૌરાષ્ટ્ર હાઇસ્કુલના ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ કર્યો છે. તે અભિનંદનને પાત્ર છે. આ સન્માન એ કોઇ વ્યકિતનું નહિ પણ તેણે જીવનભર કરેલા સત્કાર્યોનું સન્માન છે. પોતે પ્રથમ વખતના સન્માનથી શરૂ કરીને ચોથા અને પાંચમાં વર્ષના સંયુકત સન્માનમાં ઉપસ્થિત રહ્યા તે વાતને યાદ કરી સ્વ. વિજયભાઇ ધોળકીયાને અંજલી આપી.

કાર્યક્રમનું સંચાલન ઇન્સ્ટીટયુટ ઓફ લેગ્વેજ ટીચીંગના અધ્યાપક જીતેનભાઇ ઉધાસ દ્વારા કરવામાં આવ્યંુ. કાર્યક્રમને સફળ બનાવવામાં સૌરાષ્ટ્ર હાઇસ્કુલના ટ્રસ્ટીઓ ઉપરાંત સૌરાષ્ટ્ર હાઇસ્કુલના પરીવારના સભ્યો સત્યજીતસિંહ જાડેજા, ભરતભાઇ સુમકીયા, જયભાઇ પાઢ, ડો.નેહલ શિંગાળા ઉપરાંત ઇન્સ્ટીટયુટ ઓફ લેંગ્વેજ ટીચીંગના વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.

(4:32 pm IST)