Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ) ખાતે સંહિતા પારાયણ અંતર્ગત અરણીના કાષ્ટને મંથન કરી

અગ્નિદેવને પ્રગટ કરી મહાવિષ્ણુયાગનો પ્રારંભ

રાજકોટ તા.૨૮ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ) ખાતે, પવિત્ર ધનુર્માસના દિવસોમાં ભકિતસત્ર અતર્ગત, ૧૫૧ સંહિતા પારાયણ પ્રસંગે, કોરોના મહામારીના સમયમાં અક્ષરવાસ થયેલ આત્માઓના મોક્ષાર્થે ૧૫૧ સંહિતા પારાયણ ચાલી રહેલ છે, ત્યારે ગુરુકુલ પરિસરમાં ઘેઘુર વડની સમીપમાં ૧૧ કુંડી મહાવિષ્ણુયાગના  પ્રારંભે, વેદોકત વિધિ સાથે અરણી મંથન કરી અગ્નિદેવને પ્રગટ કરવામાં આવેલ.

અરણી મંથનની તમામ વૈદિક વિધિ દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય શ્રી રામપ્રિયજી તથા સાથે ચિંતંનભાઇ  જોશી તથા ભગીરથભાઇ ત્રિવેદી રહ્યા હતા.

અગ્નિદેવને પ્રગટ કરી એક વાસણમાં રાખી યજ્ઞશાળાને પ્રદક્ષિણા કરી મુખ્ય અગ્નિ કુંડમાં પધરાવેલ. ત્યારબાદ પુરુષસુક્ત, સર્વમંગલ સ્તોત્ર, વિષ્ણુ સહસ્ર નામાવલિથી અગ્નિદેવને ઘીની આહુતિ આપવામાં આવી હતી. મહાવિષ્ણુયાગના પૂર્ણાહૂતિ તા.૩૦ ના રોજ બપોરે ૧૨ વાગ્યે થશે.

 

(11:23 am IST)