Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

દિકરીઓને પ્રેમના નામે ફસાવી તેમનું જીવન બરબાદ કરતા વ્યકિતઓ સામે કડક કાયદો બનાવો :આવેદન

શ્રી સરદાર પટેલ સેવાદળ દ્વારા કલેકટરને રજુઆતઃ જેહાદ વિરૂદ્ધ કડક કાયદો જરૂરી

શ્રી સરદાર પટેલ સેવાદળના કાર્યકરોએ લવ જેહાદ અંગે કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

રાજકોટ, તા. ર૮ : શ્રી સરદાર પટેલ સેવાદળના કાર્યકરોએ કલેકટરને આવેદન પાઠવી દીકરીઓને પ્રેમના નામે ગુમરાહ કરી તેમનું જીવન બરબાદ કરતા વ્યકિતઓ સામે કડક કાયદો બનાવવા બાબતે માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેર્યું હતું કે, અત્યારે ગુજરાત અને સમગ્ર ભારતમાં એક બદઇરાદાવાળી વિચારધારા કે જેને લઇ લવજેહાદના નામે લોકો ઓળખતા થયા છે. વિચારધારા ધરાવતા વ્યકિતઓના માર્ગદર્શન હેઠળ દીકરીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવે છે ત્યારબાદ તેમને ભગાડીને લગ્ન કરે છે અને પછી સુચના પ્રમાણે તેમનો ખૂબજ દુરઉપયોગ આવે છે અને તેમનું જીવન બરબાદ કરી દેવાય છે.

અમારા સંગઠન શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી ગ્રુપ ઘણા સમયથી દિકરીઓને લવજેહાદમાંથી બચાવવાનો પ્રયત્ન કરતું રહેલુ છે. પણ ગુજરાતમાંથી સંપૂર્ણ આ બદીને કાઢવા માટે આપ અમારી રજુઆતને સરકારશ્રી સુધી પહોંચાડવા મદદરૂપ થાઓ અને લવજેહાદ વિરૂદ્ધ કડક કાયદો સરકાર બનાવે તેના ચુસ્ત નિયમોનું ગઠન કરી તેનું પાલન કરાવે તેવી અપેક્ષા અમારા સંગઠનની છે. સમાજની દીકરીઓને લવજેહાદના ષડયંત્રમાંથી બચાવવા માટે એકમાત્ર રસ્તો છે.

(3:42 pm IST)