Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

પરીણિતાના આપઘાત કેસમાં આરોપીઓની જામીન અરજીને હાઈકોર્ટ દ્વારા મંજુર કરાઈ

રાજકોટ, તા. ૨૮ :. આપઘાત કરાવવાના ગુનામાં તથા શારીરિક-માનસિક અને દહેજ અટકાયતના ગુનામાં સાસરીયાવાળાઓને જામીન ઉપર કોર્ટે છોડવાનો હુકમ કર્યો છે.

રાજકોટ શહેરી ફરીયાદી સંજયભાઈ રમેશભાઈ વાઘેલા રહે. ગંગામૈયા મકાન બ્લોક નં. ૨૭-આવકાર સોસાયટી, યુનિવર્સિટી રોડ, રાજકોટવાળાએ તેમની મરણ જનાર બહેન હર્ષાબેન મુકેશભાઈ સોલંકીને સાસરીયાવાળાઓએ લગ્નજીવન દરમ્યાન વારંવાર શારીરિક-માનસિક ત્રાસ આપી તેમજ નવુ મકાન લેવુ છે તેના માટે રૂપિયાની જરૂર છે તેમ કહીને દહેજની માંગણી કરેલ હોય અને તેમના પીયરપક્ષના પૈસા આપી શકે તેમ ન હોય જેથી ફરીયાદીની બહેને એટલે કે મરણ જનારને શારીરિક-માનસિક ત્રાસ - બોલાચાલી કરતા હોય અને દહેજની માંગણી કરતા હોય જેના ત્રાસથી કંટાળી ફરીયાદીની બહેન એટલે કે મરણ જનાર હર્ષાબેન મુકેશભાઈ સોલંકી ઉ.વ. ૩૩ વાળા મરવા મજબુર થઈ ગઈ તા. ૪-૮-૨૦૨૦ના રોજ ફરીયાદીના ઘરે ગળે ફાંસો ખાઈ જતા મરણ જતા આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ભારતીય ફોજદારી ધારાની કલમ ૩૦૬, ૪૯૮(ક), ૧૧૪ તથા દહેજ પ્રતિબંધક ધારાની કલમ-૩,૭ મુજબના ગુના અંગેની ફરીયાદ રાજકોટ શહેર ગાંધીગ્રામ-૨ (યુનિ.) પોલીસ સ્ટેશનના ગુના આરોપી (૧) મુકેશભાઈ ગોવિંદભાઈ સોલંકી (પતિ), (૨) નીલેશ ગોવિંદભાઈ સોલંકી (દેર), (૩) ગોવિંદભાઈ નાનજીભાઈ સોલંકી (સસરા), (૪) સવિતાબેન ગોવિંદભાઈ સોલંકી (સાસુ) રહે. રાજકોટવાળાઓની સામે કરેલ હતી.

વડી અદાલતોના ચુકાદાઓ ધ્યાને લઈ રાજકોટના અધિક સેશન્સ જજ સાહેબે તા. ૧૭-૧૨-૨૦૨૦ના રોજ આરોપી નં. ૧ અને આરોપી નં. ૨ને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે. તેમજ અન્ય આરોપીઓ ગોવિંદ સોલંકી અને સવિતાબેન સોલંકીને હાઈકોર્ટે જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો. આ કામે એડવોકેટ મહેશભાઈ ત્રિવેદી, કીરીટ સાયમન, ધર્મેન્દ્ર જરીયા, કિશન જોષી, હર્ષ ધીયા, પ્રતિકભાઈ રોકાયા હતા.

(2:57 pm IST)