Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

અટીકાના કારખાનામાંથી દારૂની ૪ બોટલ અને ૭ ચપલા સાથે ધવલ પકડાયો

રાજકોટ, તા. ૨૮ :. શહેરના અટીકામાં પરમેશ્વર સોસાયટીમાં આવેલા કારખાનામાં ભકિતનગર પોલીસે દરોડો પાડી દારૂની ચાર બોટલ અને સાત ચપલા સાથે એક શખ્સને પકડી લીધો હતો. મળતી વિગત મુજબ શહેરના અટીકામાં આવેલ પરમેશ્વર સોસાયટી શેરી નં. ૭માં આવેલા ભગવતી વેલ્ડીંગ નામના કારખાનામાં દારૂનો જથ્થો પડયો હોવાની ભકિતનગર પોલીસ મથકના કોન્સ. દિવ્યરાજસિંહ ઝાલા અને વાલજીભાઈ જાડાને બાતમી મળતા પીઆઈ જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.બી. પટેલ, એએસઆઈ ફીરોઝભાઈ શેખ, હેડ કોન્સ. રણજીતસિંહ પઢારીયા, સલીમભાઈ મકરાણી, કોન્સ. ભાવેશભાઈ મકવાણા, દિવ્યરાજસિંહ ઝાલા, વાલજીભાઈ જાડા, મનિષભાઈ, હિતેન્દ્રસિંહ તથા રણજીતસિંહ જાડેજા સહિતે પરમેશ્વર સોસાયટી શેરી નં. ૭માં આવેલ ભગવતી વેલ્ડીંગ નામના કારખાનામાં દરોડો પાડી દારૂની ૪ બોટલ તથા ૭ ચપલા મળી રૂ. ૩૦૫૦ની મત્તા સાથે ધવલ મગનભાઈ મારૂ (ઉ.વ. ૨૭) (રહે. અટીકા પરમેશ્વર સોસાયટી શેરી નં. ૭)ને પકડી લીધો હતો.

(2:54 pm IST)