Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

પી.ડી. માલવિયા કોલેજના ૧૯૯૭ ની સાલના વિદ્યાર્થી ભાઇ-બહેનોનો જાન્યુઆરીમાં મેળાવડો

રાજકોટ તા. ૨૮ : આશરે ૨૨ વર્ષોથી કોલેજમાંથી છુટા પડેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ ફરી પાછા એક મંચ પર આવે તેવા ઉમદા આશયથી પી.ડી. માલવિયા કોલેજ રાજકોટના ૧૯૯૭ ની સાલના વિદ્યાર્થી ભાઇ બહેનોનો એક મેળાવડો આયોજીત થયો છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા પૂર્વ વિદ્યાર્થી આગેવાનોએ જણાવેલ કે નવા વર્ષનું આગમન થઇ રહ્યુ છે ત્યારે જુના વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓનું રીયુનિયન રચવા ૧૯૯૭ ની સાલમાં આ કોલેજમાં ભણી ગયા હોય તેઓને એક મંચ પર લાવવા પ્રયાસ આદરેલ છે.

તા. ૫ જાન્યુઆરીના રવિવારે પી.ડી. માલવીયા કોલેજ ખાતે આ મેળાવડો યોજાશે. જુના વિદ્યાર્થી ભાઇ બહેનોના સંપર્ક માટે રીટાયર થઇ ગયેલ શિક્ષકોનો પણ સંપર્ક કરાઇ રહ્યો છે.

૧૯૯૭ ની બેચના જ વિદ્યાર્થીઓ ઘનશ્યામ હેરભા અને રાજેન્દ્ર રાવલ (સી.એ.) હાલમાં આ જ કોલેજના ટ્રસ્ટી છે. કોલેજના પ્રિન્સીપાલ કમલેશ જાની અને હાલનો કોલેજ સ્ટાફ સહિત સૌ આ કાર્યક્રમમાં પૂર્ણ ઉત્સાહથી ઉપસ્થિત રહે તેવા પ્રયાસો હાથ ધરાયા છે. વધુને વધુ સંખ્યા બનાવવા વોટસ એપ અને ફેસબુકનો આશરો પણ લેવાયો છે. અત્યાર સુધીમાં ૩૫૦ જેવા આંકને પહોંચી વળાયુ છે. હજુ વંચિત રહી જતા હોય તેઓએ સંપર્ક કરવા અમિષ દેસાઇ (મો.૯૪૦૮૧ ૮૨૧૯૯), મહેશ સોરઠીયા (મો.૯૯૨૪૨ ૪૧૬૬૪), નિર્મિત છાયા (મો.૯૮૨૫૨ ૧૩૬૧૯), ફાલ્ગુની ત્રિવેદી ઠાકર (મો.૯૯૭૮૮ ૧૯૮૯૧), કિંજલ શાહ (મો.૯૯૦૪૦ ૦૪૩૧૮), જીજ્ઞેશ મીરાણી (મો.૯૮૨૫૧ ૫૦૭૩૬), જીતેશ મકવાણા, નિમૈશ સોરઠીયાનો સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા કાર્યક્રમ આયોજકો પી. ડી. માલવીયા કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:56 pm IST)